મનીષ સિસોદિયા ભાજપ પર ગુસ્સે થયા, કહ્યું જો સ્ટિંગ સાચુ હોય તો CBI સોમવાર સુધીમાં ધરપકડ કરે - મનીષ સિસોદિયાના ભાજપ પર પ્રહાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 16, 2022, 7:47 AM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

નવી દિલ્હીઃ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર ગંભીર આરોપ લગાવતા ગુસ્સે થયા હતા. મનીષ સિસોદિયાને અમિત અરોરાના સ્ટિંગ વીડિયો પર સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, આ સમગ્ર મામલે CBIએ તપાસ કરવી જોઈએ. વીડિયોની સત્યતા તપાસો અને જો કંઈપણ સાચું હોય તો આગામી ચાર દિવસમાં એટલે કે સોમવાર સુધી મારી ધરપકડ કરો. ભૂતકાળમાં એક્સાઈઝ પોલિસીમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને CBI દ્વારા મારા ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા એટલું જ નહીં, મારા લોકરની પણ તલાશી લેવામાં આવી હતી. ક્યાંય કશું મળ્યું નહીં. જો સ્ટિંગ વીડિયોમાં કોઈ સત્યતા હોય તો CBI સોમવાર સુધીમાં મારી ધરપકડ કરે અને આગળની કાર્યવાહી કરે. જો સોમવાર સુધીમાં CBI મારી ધરપકડ નહીં કરે તો સ્પષ્ટ છે કે આખું ષડયંત્ર વડાપ્રધાન કાર્યાલયમાં ઘડવામાં આવ્યું છે. MANISH SISODIA ATTACKS ON BJP OVER STING VIDEO, liquor controversy in delhi, STING OPERATION VIDEO
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.