Rakshabandhan 2023: કચ્છની સરહદની રક્ષા કરતા જવાનોને કાંડે કચ્છી કોયલ ગીતા રબારીએ બાંધી રાખડી - Rakshabandhan 2023
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-08-2023/640-480-19390813-thumbnail-16x9-g-aspera.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Aug 30, 2023, 2:19 PM IST
કચ્છ: ગુજરાતની લોકગાયિકા અને કચ્છી કોયલ તરીકે પ્રખ્યાત ગીતા રબારીએ આજે સરહદની રક્ષા કરતા બીએસએફના જવાનોને ભુજ બીએસએફના હેડ ક્વાર્ટર ખાતે રાખડી બાંધીને રક્ષાબંધન ઉજવી હતી. પોતાના પરિવાર અને વતનથી સેંકડો કિલોમીટર દૂર રહી પ્રતિકૂળ સંજોગો વચ્ચે દિવસ-રાત જોયા વિના દેશની રક્ષા કરતા જવાનોને રક્ષાબંધન પર્વે બહેનોની ખોટ ન સાલે તે હેતુથી કચ્છની સરહદે બી.એસ.એફ.ની હેડ કવાર્ટર પર યોજેલા સમારોહમાં ગુજરાતની લોકગાયિકા અને કચ્છી કોયલ ગીતા રબારીએ જવાનોને રાખડી બાંધી સુરક્ષા કર્મીઓના કાંડે રક્ષારૂપી રાખડી બાંધી હતી. સુમસામ ભાસતી સરહદ પર પહેરદારી કરતા જવાનો માટે ખરા અર્થમાં રક્ષાબંધન પર્વનો માહોલ ખડો થયો હતો. બહેનોએ જવાનોને રાખડી બાંધી મોઢું મીઠું કરાવ્યું હતું. ગીતા રબારીએ ખાસ માટીની થાળી તૈયાર કરાવી અને ગાયના લીંપણ વડે લિપેલી થાળીમાં દીપ પ્રગતિ પ્રગટાવીને જવાનોને રાખડી બાંધવાની શરૂઆત કરી હતી. તો પોતાના મધુર અવાજમાં બીએસએફના જવાનો માટે ભાઈ બહેનનો ગીત પણ ગાયું હતું.