નવી દિલ્હી(ANI): સુપ્રિમ કોર્ટની ન્યાયાધીશ (સેવાનિવૃત) રંજના દેસાઈની અધ્યક્ષતાવાળી 5 સદસ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિએ ગુરુવારે ગુજરાત માટે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) કાયદાના ફોર્મેટિંગ પર ચર્ચા કરવા માટે નવી દિલ્હી સ્થિત ગુજરાત ભવનમાં બેઠક કરી હતી. સમિતિમાં રાજ્ય માટે પ્રસ્તાવિત લક્ષ્યો, કાર્ય ક્ષેત્રો અને પદ્ધતિઓની વિગતવાર ચર્ચા કરી હતી.
સમિતિમાં આ સભ્યો શામેલ: જાહેરનામાં મુજબ રંજના દેસાઈની અધ્યક્ષતા હેઠળની સમિતિમાં સેવાનિવૃત સિનિયર IAS અધિકારી સી.એલ. મીણા, એડવોકેટ આર.સી કોડેકર, પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ પણ શામેલ હતા.
![ગુજરાતમાં UCC લાગૂ કરવા ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/23540751_1.jpg)
સમિતિની ચર્ચાનો ઉદ્દેશ્ય: ચર્ચા દરમિયાન સમિતિએ વિવિધ હિસ્સેદારોની સાથે સમાવિષ્ટ પરામર્શ દ્વારા હાલના કાયદાઓની વ્યાપક સમીક્ષા માટે આ પોતાના દૃષ્ટિકોણને રેખાંકિત કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય એક પ્રગતિશીલ અને સમાન કાનૂની માળખાનો વિકાસ કરવાનો છે. જે ગુજરાત રાજ્યના તમામ નાગરિકો માટે ન્યાય, સમાનતા અને સામાજિક સમાનતાને બનાવી રાખે છે. સમિતિએ વ્યક્તિગત કાયદાઓમાં સમાવિષ્ટતા. કાનૂની નિષ્પક્ષતા અને એકરુપતાના મહત્વ પર જોર આપ્યું હતું. જેનાથી રાજયમાં સામાજિક માળખાને મજબૂત બનાવતા મહિલાઓ અને બાળકો માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરી શકે.
સમિતિ પોતાનો રિપોર્ટ સોંપશે: ઉચ્ચ સ્તરીય સમિતિ પોતાનો રિપોર્ટ ગુજરાત સરકારને સોંપશે. જે તેમની ભલામણનો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જાહેરાતમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, રાજ્યના ભવિષ્યના ન્યાયિક માળખાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.યુનિફોર્મ સિવિલ કોડ એક સમાન વ્યક્તિગત કાનૂનનો એક સેટ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. જે ધર્મ, લિંગ કે જાતિની પરવાહ કર્યા વગર તમામ નાગરિકો પર લાગૂ થાય છે. તેમાં લગ્ન, છૂટાછેડા, દત્તક લેવું, મિલકત અને ઉત્તરાધિકાર જેવા મુદ્દાઓ શામેલ છે.
ગુજરાત CMએ સમિતિની ઘોષણા કરી હતી
આ પહેલા ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની જરુરિયાતની આકારણી કરવા માટે 5 સભ્યોની સમિતિનું ગઠન કરવાની ઘોષણા કરી હતી. જે રાજ્યના તમામ નાગરિકો માટે સમાન ન્યાય અને વિશેષાધિકારને નિશ્ચિત કરે છે. મંગળવારે ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયના એક નિવેદન અનુસાર, ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ નિર્ણય PM મોદીના વિઝનને અનુરુપ છે. આ ઉપરાંત ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડની જરુરિયાતનું આકલન કરવું અને રાજ્ય માટે કાયદો બનાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિ 45 દિવસની અંદર પોતાનો રિપોર્ટ આપે તેવી અપેક્ષા છે અને રાજ્ય સરકાર તેના તારણોના આધારે યોગ્ય કાર્યવાહી કરશે. આવું ત્યારે બન્યું છે, જ્યારે ઉત્તરાખંડ UCC લાગૂ કરનારુ પ્રથમ રાજ્ય બન્યું છે.
આ પણ વાંચો: