મુંબઈ : આજે 14 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ભારતીય શેરબજાર વધારા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્લું હતું. BSE Sensex 250 પોઈન્ટના વધારા સાથે 76,388 પર ખુલ્યો હતો. બીજી તરફ NSE Nifty 65 પોઈન્ટના વધારા સાથે 23,096 પર ખુલ્યો હતો.
ભારતીય શેરબજાર : આજે 14 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty વધારા સાથે ખુલ્યા છે. BSE Sensex ગત 76,138 બંધ સામે 250 પોઈન્ટના વધારા સાથે 76,388 ના મથાળે ખુલ્યો છે. બીજી તરફ NSE Nifty ગત 23,031 બંધ સામે 65 પોઈન્ટના વધારા સાથે 23,096 પર ખુલ્યો હતો.
મુખ્ય સ્ટોકની સ્થિતિ : આજે ભારતીય શેરબજારમાં મજબૂત વલણ સાથે ટ્રેડ થઈ રહ્યો છે. શરુઆતી ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીમાં ટાટા સ્ટીલ (1.65), ટેક મહિન્દ્રા (0.95), ICICI બેંક (0.91), HCL ટેક (0.89) અને મારુતિ સુઝુકીના (0.83) સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ અદાણી પોર્ટ્સ (-0.85), NTPC (-0.75), સન ફાર્મા (-0.69), પાવર ગ્રીડ કોર્પ (-0.64) અને એશિયન પેઇન્ટ્સ (-0.27) ના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.
ગુરુવારનું બજાર : ભારતીય શેરબજાર ગુરુવારે લગભગ સપાટ રહ્યું હતું. કારણ કે યુએસ ફુગાવાની ચિંતા અને સ્થાનિક ફુગાવામાં ઘટાડા છતાં વેપાર તણાવ સંતુલિત રહ્યો હતો. સેન્સેક્સ 32 પોઇન્ટ અને નિફ્ટી 13 પોઇન્ટ ઘટીને વૈશ્વિક સંકેતો અને ટ્રેડ ડેવલપમેન્ટ પર BSE સેન્સેક્સ 32.11 પોઈન્ટ અથવા 0.04 ટકા ઘટીને 76,138.97 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 23,031.40 પર બંધ થયો હતો.