સુરત: જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પીવાના પાણીની જર્જરિત ટાંકીને તોડવાની કામગીરી દરમિયાન ટાંકી મૂળદ સેવા સહકારી મંડળીના મકાન પર પડી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ટાંકી પડવાથી મકાન ધરાશાઈ: JCBની મદદથી દોરડા બાંધીને ટાંકીને ખેંચવામાં આવી રહી હતી, તે દરમિયાન ટાંકી વિરુદ્ધ દિશામાં જઈને મંડળીના મકાન પર ધરાશાયી થઈ હતી. સદનસીબે, ઘટના સમયે મંડળીમાં કામ કરતા કર્મચારીઓ બહાર હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી. નજીકમાં આવેલી શાળાના બાળકો પણ એક દિવસના પ્રવાસે ગયા હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
તંત્ર દ્વારા નુકસાનની આકારણી: વજનદાર ટાંકી ધરાશાયી થવાથી સહકારી મંડળીના મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે. આ જર્જરિત ટાંકીને તોડી પાડવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી હતી. કોઈ જાનહાની ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ તંત્ર દ્વારા નુકસાનની આકારણી કરવામાં આવી રહી છે.
![ઓલપાડ તાલુકાના મૂળદ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/gj-surat-rural03-tanki-gj10065_13022025192823_1302f_1739455103_643.jpg)
![ઓલપાડ તાલુકાના મૂળદ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/gj-surat-rural03-tanki-gj10065_13022025192823_1302f_1739455103_1024.jpg)
![ઓલપાડ તાલુકાના મૂળદ ગામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14-02-2025/gj-surat-rural03-tanki-gj10065_13022025192823_1302f_1739455103_991.jpg)
સહકારી મકાનને નુકશાન: ઓલપાડ તાલુકાના મૂળદ ગ્રામ પંચાયતના સરપંચ વાસુદેવ પટેલ એ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા પીવાના પાણી માટે ટાંકી બનાવવામાં આવી હતી. જોકે, છેલ્લા લાંબા સમયથી આ ટાંકી જર્જરીત થઈ ગઈ હતી. જેને લઇને તંત્ર દ્વારા તોડી પાડવાનું નક્કી કરાયું હતું. ટાંકી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન ટાંકી ગામની સહકારી મંડળીના મકાન પર પડી હતી. જેને લઇને સહકારી મંડળના મકાનને નુકશાન થયું હતું.
આ પણ વાંચો: