કેશોદ પોલીસે આખરે ટુ વ્હીલર ચોરને પકડી પાડ્યો - Keshod police
🎬 Watch Now: Feature Video
કેશોદના માંગરોળ રોડ(Keshodna Mangarol Road) પર આવેલ મંગલધામ સોસાયટી પાસે વલ્લભનગર વિસ્તારમાં રહેતા લાલજી લીંબા વણપરીયા ખેતીકામ કરતા હોય રોજનાં નિત્યક્રમ મુજબ સવારે હવેલીએ દર્શન કરી ચાદીગઢ પાટીએ આવેલ ખેતરે ગયેલાં હતાં. ત્યારે ખેતરનાં નાકે પોતાની માલીકી કબજા ભોગવટાની મોટરસાયકલ હીરો ડિલકસ નંબર જીજે 11 સીએ 9417 અંદાજીત કિંમત રૂપિયા 25000 પાર્ક કરી ખેતરમાં ખેતીકામ કરવા લાગ્યા હતા. સવારે દસેક વાગ્યે ધ્યાનમાં આવ્યું કે મોટરસાયકલ નથી જેથી પોતાનાં પુત્ર ગોવિંદને ફોન કરી પુછતાંએ પણ લઈ ગયેલ નહોતાં કોઈ જાણીતાં ઓળખીતા લઈ ગયા હશે એવું અનુમાન કરી શોધખોળ કરી હતી. પરંતુ તા ત્રીજી ડિસેમ્બરના રોજ બનેલી ઘટના બાદ પાંચેક દિવસ વિતી જવા છતાં મોટરસાયકલ ન મળતાં કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કેશોદ પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી ને તપાસ સોંપવામાં આવતાં બાતમીદારોને પુછપરછ કરતાં પિયુષ રતિલાલ વઘેરા ઉંમર વર્ષ 30 બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા હોય કેશોદ પોલીસ દ્વારા લોકેશન મેળવી વંથલી ખાતેથી અટક કરી છે. કેશોદ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી દ્વારા ફરિયાદી લાલજી લીંબાભાઈ વણપરીયાની ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં બાઈક ચોરી જનાર આરોપી પિયુષ રતિલાલ વઘેરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST