વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમર્થકોની હાજરી વચ્ચે કળસરીયાએ ઉમેદવારી નોંધાવી - ગુજરાત કોંગ્રેસ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 13, 2022, 5:03 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

RTU મહુવા તાલુકામાં છેલ્લા દસ વર્ષ કરતાં વધુ સમયથી પાયાકીય પ્રશ્નો મુદ્દે પ્રજાજનોમા ભારે અસંતોષ છે. ત્યારે આ લોક પ્રશ્નોને વાચા આપવા માટે હું ચૂંટણી (Gujarat Assembly Election 2022) લડી રહ્યો છું. તેમ મોટી સંખ્યામાં એકત્રિત સમર્થકો વચ્ચે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ કળસરીયાએ જણાવ્યું હતું. મહુવા બેઠક (Mahuva assembly seat) માટે ચૂંટણી જીતવી મહત્વની નથી. પ્રજાનો વિશ્વાસ જીતવો મહત્વનો છે. તેમ ડો.કળસરીયાએ જણાવ્યું હતું. મહુવાને જિલ્લો બનાવવા તથા ઈન્ડસ્ટ્રીયલ ઝોન (Industrial zone) સ્થાપવા સાથે વર્ષોથી પડતર પીવાના પાણી પ્રશ્ન સહિતના પ્રશ્નોને લઈને મહુવાની જનતામાં ભારે અસંતોષ ની લાગણી પ્રસરી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વ ઉમેદવારો મત માટે મતદારો ને અવનવા પ્રલોભનો આપે છે પરંતુ ચૂંટણી માં જીત મેળવ્યા બાદ પ્રજાને આપેલ વચનો વિસરાઈ જાય છે. ત્યારે વર્ષ 2022 ની ચૂંટણીમાં જંગી મતોની લીડથી વિજયી થવું ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ પક્ષ માટે કપરાં ચઢાણ જેવું સાબિત થશે. ત્યારે હાલમાં મહુવા શહેર-તાલુકામાં વિવિધ પડતર પ્રશ્નોને લઈને ઉમેદવારે મતદારો પાસે મતની યાચના કરવા જવું પણ અઘરું છે. ભાજપના બાગી નેતા અને હાલ કોંગ્રેસના મોભી એવાં મહુવાના જ વતની ડો કનુભાઈ કળસરીયાની કોંગ્રેસે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. જે અંતર્ગત આજરોજ કદાવર નેતા ડો કળસરીયા મહુવા શહેરમાં આવેલ ગાંધીબાગ ખાતે પોતાના સમર્થકોને એકત્રિત કર્યાં હતાં. અત્રેથી તાલુકા સેવા સદન સુધી પદયાત્રા યોજી પોતાની ઉમેદવારી પત્ર ભર્યું હતું. મતદારો-મહુવાની જનતાને મિડીયાના માધ્યમથી ખાત્રી આપી હતી, કે જો તેઓ ચૂંટણી જીતશે તો મહુવાના પ્રાણ પ્રશ્નો ને ઉકેલવાની બાબતને પ્રથમ પ્રધાન્યતા આપશે કળસરીયાના ઉમેદવારી પત્રક ભરવા સમયે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.