Jamnagar Crime : યાર્ડ બહાર ખેડૂતના હાથમાંથી 20 લાખનો થેલો લઈ લૂંટારું ફરાર, જૂઓ CCTV - જામજોધપુર યાર્ડ બહાર ખેડૂતની લૂંટ
🎬 Watch Now: Feature Video
જામનગર : રાજ્યમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધતી જાય છે. ત્યારે જામનગરના જામજોધપુર APMC માર્કેટ બહાર 20 લાખ રૂપિયાની લૂંટનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. જામજોધપુરમાં ખેડૂત પોતાનો માલ વેચી અને જઈ રહ્યા હતા. તે દરમિયાન બે શખ્સો ખેડૂતના હાથમાં રહેલી થેલી લઈને પલાયન થયા છે. ખેડૂતના હાથમાં રહેલી થેલીમાં અંદાજે રૂપિયા 20 લાખ હોવાની શક્યતા છે. બાઈક પર આવેલા બે શખ્સોએ લૂંટ ચલાવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. APMC માર્કેટ બહાર થયેલી લૂંટની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
આ પણ વાંચો : Ahmedabad Crime: વાડજ લૂંટ કેસનો આરોપી દોઢ મહિને આવ્યો સંકંજામાં
શું હતો સમગ્ર મામલો : મળતી વિગત અનુસાર જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂત પોતાના માલનું વેચાણ કરવા માટે આવ્યો હતો.તેમને વેચાણ કર્યા બાદ રૂપિયા 20 લાખ થેલીમાં લઈને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન યાર્ડની બહાર બાઈક પર આવેલા સમયે લૂંટ ચલાવવી છે. એફ જેડ બાઈક પર આવેલા બે શખ્સો બીજી બાઇક પર આવેલા આવી રહેલા ખેડૂતના હાથમાંથી થેલો જુટવી લેતા હોવાના CCTV પણ સામે આવ્યા છે. સમગ્ર મામલાને લઈને જોધપુર પોલીસે નાકાબંધી કરી અને લૂંટારૂઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. તો બીજી તરફ જામનગર પોલીસની ટીમો પણ જામજોધપુર જવા રવાના થઈ હોવાના સૂત્રો મળી રહ્યા હતા.
આ પણ વાંચો : Vadodara Crime: વિધર્મી આરોપીઓએ મહિલા સાથે કરી 1.75 લાખની લૂંટ, પોલીસની સામે પરિવારને માર્યો માર
નાટક છે કે રિયલી લૂંટ : જામજોધપુર પોલીસ સ્ટેશનના PSI વસાવાએ ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું કે, પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે. લૂંટારૂઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટની ઘટના સવારે 11:30 બાદ બની છે. લૂંટ પ્રકરણમાં કોઈ નાટક છે કે રિયલી લૂંટ છે. બંને સાઈડથી પોલીસે તપાસ આદરી છે. કારણ કે, જે પ્રકારે બંને બાઈક એક સાથે યાર્ડના ગેટ પાસે આવે છે. બાઈક ચાલક ખેડૂત પાસેથી મજાક કરતા હોય તેવી રીતે લૂંટ કરે છે. જોકે ખેડૂત લૂંટારું પાછળ જતો પણ નથી અને માત્ર હાથ ઊંચો કરે છે. જે CCTVમાં કેદ થયું છે.