જેલભરો આંદોલનમાં અર્બુદા સેનાના કાર્યકરો અને પોલીસ વચ્ચે પકડદાવ - Vipul Chaudhary arrested

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 20, 2022, 4:38 PM IST

Updated : Feb 3, 2023, 8:29 PM IST

પાટણ વિપુલ ચૌધરીની રાજકીય કિન્નાખોરીથી ધરપકડ (jail bharo andolan in Patan) કરી જેલમાં ધકેલી દેવાતા ચૌધરી સમાજમાં ભારે રોશની લાગણી ફેલાઈ છે. જેને લઈને અર્બુદા સેના દ્વારા વિપુલ ચૌધરીના સમર્થનમાં આંદોલનો શરૂ કરવામાં આવ્યા છે. ભાજપ પ્રેરિત ગૌરવ યાત્રાના વિરોધ બાદ પાટણ ખાતે સુજનીપુર સબ જેલભરોનો કાર્યક્રમ અર્બુદા સેના દ્વારા આપવામાં આવ્યો હતો. જેને પગલે જિલ્લાભરની પોલીસ સવારથી જ એક્શન મોડમાં આવી હતી. કેટલાક માર્ગો પર પોલીસનો પહેરો ગોઠવાયો હતો તેમ છતાં કાર્યકરો પોલીસ શહેરો ભેદી સબ જેલ નજીક આવી પહોંચ્યા હતા. (Chaudhary Samaj Movement in Patan) છતાં કેટલાક કાર્યકરોએ જેલ તરફ દોટ મુકતા પોલીસ અને કાર્યકરો વચ્ચે રોડ પર પકડમ દાવની રમત રમાતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે કાર્યકરોને પકડી પોલીસનો બેસાડી સરસ્વતી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આ આંદોલન અંગે પ્રમુખ રાજુ હિલોડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે રાજકીય કિંગના ખોળીથી ચૌધરીની ધરપકડ કરી છે. તેમને જેલ મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચલાવવામાં આવશે. તેમજ ચૂંટણીમાં પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરી ભાજપને હરાવવામાં આવશે તેવી ચીમકી આપી હતી. Vipul Chaudhary arrested, Patan Arbuda Sena agitation
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.