Israel Palestine War: પદ્મશ્રી સુદર્શન પટનાયકે શાંતિ અપીલ દર્શાવતું રેત શિલ્પ તૈયાર કર્યુ - ઈઝરાયલ પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ
🎬 Watch Now: Feature Video
Published : Oct 9, 2023, 2:39 PM IST
પૂરીઃ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશોએ કરેલા હુમલામાં કુલ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. સમગ્ર વિશ્વમાં યુદ્ધને અટકાવવા અને શાંતિ માટે સદપ્રાર્થનાઓના આયોજનો થઈ રહ્યા છે. આ પ્રાર્થનામાં ભારતના પદ્મશ્રી કલાકાર સુદર્શન પટનાયક પણ જોડાયા છે. સુરદર્શન પટનાયક પ્રખ્યાત સેન્ડ સ્કલ્પચર આર્ટિસ્ટ છે. તેમની રેતની કલાકૃતિઓ અવારનાર માનવતાને મહેકાવતા સંદેશા આપતી હોય છે. ઈઝરાયલના ભયાનક યુદ્ધમાં પણ પટનાયકે એક રેત શિલ્પ દ્વારા શાંતિ સંદેશો પાઠવ્યો છે. તેમને પૂરીના ગોલ્ડન સી બિચ પર એક રેત શિલ્પ તૈયાર કર્યુ છે. આ શિલ્પ દ્વારા બંને રાષ્ટ્રોના નાગરિકો માટે શાંતિ, માનવતા અને એક્તાની પ્રાર્થનાનો સંદેશો આપ્યો છે.