Celebration in Surat : પાકિસ્તાન સામે ભારત વિજયી બન્યા બાદ હરખઘેલાં થયાં સુરતીઓ, મોડી રાત સુધી ઉત્સવ મનાવ્યો - મેચ
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2023, 5:35 PM IST
સુરત : એશિયા કપમાં ખેલાયેલી સુપર ફોર ક્રિકેટ મેચમાં પાકિસ્તાન સામે ભારતનો વિજય થયા બાદ સુરત શહેરના ભાગળ ચાર રસ્તા ઉપર મોડી રાતે સુરતીઓ જીતના ઉત્સવ મનાવવા માટે ઉતરી આવ્યા હતા. ઢોલનગારાં ડીજે અને તાશાના તાલે સુરતીઓ પોતાના હાથમાં તિરંગો લઇ ઉજવણી કરી હતી. ભારતે પાકિસ્તાનને 228 રને કરારો પરાજય આપ્યો હતો. જેમાં ભારતીય બેટ્સમેનોએ પાકિસ્તાની બોલરોની જબરદસ્ત ધોલાઈ કરી હતી. ત્રીજા ક્રમના અને ચોથા ક્રમના બેટ્સમેન વિરાટ કોહલી અને કે એલ રાહુલે સદી ફટકારીને ભારતનો સ્કોર 356 પહોંચાડી દીધો હતો. વિરાટની આ 47મી સદી હતી. તેણે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 13000 રન પણ પૂરા કરવાનો વિક્રમ પણ નોંધાવ્યો હતો. જોકે વારંવારના વરસાદના વિઘ્નને કારણે મેચમાં વિલંબ થયો હતો.
આતશબાજી અને ફટાકડા ફોડી ઉજવણી પાકિસ્તાન 32 ઓવરમાં 8 વિકેટના 128 રન નોંધાવી શક્યું હતું. બે ખેલાડી ઈજાગ્રસ્ત હોવાથી બેટિંગ માટે આવ્યા ન હતાં. કુલદીપ યાદવે ભારત તરફથી 5 વિકેટ ઝડપીને સનસનાટી મચાવી હતી. અંતે જયારે ભારત વિજય થતા સુરત સહીત સમગ્ર દેશમાં જીતનો જશ્ન મનાવાયો હતો. આતશબાજી અને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરના ભાગળ ચાર રસ્તા ઉપર સુરતી લાલાઓ જ્યારે ભારત મેચ જીત મેળવે છે ત્યારે મોટી સંખ્યામાં ત્યાં પહોંચી જાય છે. જોકે આ સંવેદનશીલ વિસ્તાર હોવાના કારણે પોલીસ બંદોબસ્ત પણ પહેલાથી જ ગોઠવી દીધો હતો. અરધી રાતનો આ ઉત્સાહ વહેલી સવારે સુધી ચાલ્યો હતો.