બાલાસિનોરના જમિયતપુરામાં કૂવામાં કેમિકલ યુક્ત પાણી આવતા ખેડૂતો ચિંતિત બન્યા

🎬 Watch Now: Feature Video

thumbnail
મહીસાગરઃ બાલાસિનોર તાલુકાના જમિયતપુરા પાસે આવેલી ડમ્પિંગ સાઈટથી (Chemical of dumping site )માત્ર ત્રણ કિલોમીટર વિસ્તારમાં આવેલા ખેતીલાયક પાણીના કૂવામાં કેમિકલ યુક્ત પાણી (Chemically contaminated well water )આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો દ્વારા જમીનને નુકસાન થવાની ભિંતી વ્યક્ત કરાઈ છે. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક ખેડૂતો દ્વારા સરપંચને જાણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા કૂવાના પાણીનું સેમ્પલ લઈ તપાસ માટે અર્થે મોકલી આપવામાં આવ્યુ છે. આ મુદ્દે ગ્રામજનોએ અનેક વખત વિરોધ કર્યો છે. આ વિસ્તારના નાગરિકો દ્વારા આમરણાંત ઉપવાસ પર બેસીને પણ વિરોધ નોંધાવ્યો હોવા છતાં ડમ્પીંગ સાઈટ ચાલું રહી છે. ચાલુ વર્ષે વરસાદના આગમન બાદ ડમ્પિંગ સાઈટની ગંભીર અસરો જોવા મળી રહી છે. જેમાં જમિયતપુરા લાટના ખેડૂત હિતેન્દ્રભાઈ પટેલના કુવામાં ઝેરી કેમિકલ યુક્ત પાણી આવી ગયું છે. જેમાં કાળાશ પડતું દુર્ગંધ મારતું પાણી નીકળી રહ્યું છે. આ પાણી ખેતીલાયક નહીં હોવાથી ફળદ્રુપ જમીનને ભારે નુકસાન કરે તેવી સંભાવના ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે  સ્થાનિક ખેડૂતો દ્વારા સરપંચને જાણ કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.