રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ફરી ટ્રેનમાં યાત્રા કરી મુસાફરોને ચોંકાવ્યા, વડનગર -વલસાડ ટ્રેનમાં કરી મુસાફરી - રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી
🎬 Watch Now: Feature Video
Published : Dec 12, 2023, 11:38 AM IST
રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વડનગર વલસાડ ટ્રેનમાં યાત્રા કરીને ટ્રેનમાં યાત્રા કરી રહેલા મુસાફરોને ચોંકાવી દીધા હતા. યાત્રીઓને ખબર નહોતી કે વડોદરા થી પોતે યાત્રી બનીને હર્ષ સંઘવી તેમની સાથે સુરત સુધી યાત્રા કરશે. જ્યારે યાત્રીઓએ તેમને પોતાના કોચમાં જોયા ત્યારે સેલ્ફી લેવા માટે દોડી આવ્યા હતા. એક યાત્રીએ પોતાના પરિવારજનો સાથે તેમની વીડિયો કોલ થકી વાત પણ કરાવી હતી. રેલવે મુસાફરો તેમને જોઈને ખુબ ઉત્સાહિત જોવા મળ્યાં હતાં અને સાથે ફોટો લેવા માટે અને સેલ્ફી લેવા માટે દોડી આવ્યા હતા. હાલમાં જ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ગુજરાત રાજ્ય પરિવહનની બસ તેમજ વંદે ભારત ટ્રેનમાં સામાન્ય નાગરિકો સાથે યાત્રા કરતાં જોવા મળ્યા હતા, એટલું જ નહીં તેઓએ યાત્રીઓને કઈ તકલીફ છે કે નહીં તે અંગે પણ સીધી વાતચીત કરી હતી અને ફરીથી તેઓ વડોદરા થી સુરત વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરી છે.