નવસારી જિલ્લાના લોકો ભૂખ્યાં ન સૂવે તે કામરેજ ગામ ખાતે રસોડું શરૂ કરવામાં આવ્યું - Heavy Rain in Navsari

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 2, 2022, 4:41 PM IST

Updated : Feb 3, 2023, 8:25 PM IST

નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે હજારો લોકોના ઘરમાં વરસાદી પાણી (Heavy Rain in Navsari )પ્રવેશી ગયા હતા. ત્યારે કામરેજ ગામ ખાતે સામાજિક સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્ત લોકો માટે ફૂડ પેકેટ બનાવામાં આવ્યા હતાં. નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. કામરેજ ગામ ખાતે સામાજિક સંસ્થા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારો માટે ફૂડ પેકેટ બનાવામાં આવ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી ( Heavy Rain Forecast )કરવામાં આવી હતી જેને પગલે નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને નદીઓ ગાંડીતુર બની હતી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. પૂર્ણા નદીના પાણી (Purna River Flood) અનેક ઘરોમાં ઘૂસી ગયા હતાં. ત્યારે અસરગ્રસ્ત લોકોને ભૂખ્યા ન સૂવું પડે તે માટે કામરેજ ગામની વિવિધ સંસ્થાઓ આગળ આવી છે. કામરેજ ગામ ખાતે આવેલ હનુમાનજી દાદાના મંદિર ખાતે રસોડું (Food packets made for flood victims ) શરૂ કરવામાં આવ્યું છે અને શાક,પૂરી,ખીચડી,સહિતના ચારથી પાંચ હજાર પેક (Food packet distribution) બનાવામાં આવ્યા છે. આ રસોડાની કામરેજના પૂર્વ ધારાસભ્યએ પણ મુલાકાત કરી હતી અને કામગીરીને બિરદાવી હતી તેમજ તમામ પ્રકારની મદદની ખાતરી આપી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.