નવસારીમાં આવેલા પૂરથી અસરગ્રસ્ત લોકોએ રોષ ઠાલવ્યો
🎬 Watch Now: Feature Video
નવસારી: શહેરના કાછીયાવાડી રંગૂનનગર( Monsoon Gujarat 2022)સહિતના નિચાણવાળા વિસ્તારોમાં છેલ્લા 30 વર્ષથી વરસાદી પૂરના કારણે અનેક લોકોના 10ફૂટ જેટલા( Flooding in Kachhiawadi area of Navsari )ઘર ડૂબી જાય છે. તેમની ઘરવખરીને લાખો રૂપિયાનું નુકસાન જાય છે. આ વખતના પૂરની સ્થિતિ (Floods in Navasari )આવતા અનેક લોકોને મોટું નુકસાન થયું છે. કાછીયાવાડી વિસ્તારના 200થી વધુ લોકો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા ધસી આવ્યા હતા અને આક્રોશ સાથે પોતાની વાત રજૂ કરી હતી. કલેકટરને રજૂઆત કરવા આવેલા સ્થાનિકોની માંગ છે કે તેમને દેસાઈ વાડ થી કાછીયાવાડી સુધી એક પ્રોટેક્શન વોલ બનાવી દેવામાં આવે સાથે જ રસ્તા, ડ્રેનેજ સહિતની (Damage to people due to floods in Navsari )જે પ્રાથમિક સુવિધાઓ છે તે પણ અત્યાર સુધી અમને મળી નથી જેને લઈને વહીવટી તંત્ર તેમના સુવિધા આપે તેવી તેઓની માંગ છે. સમગ્ર મામલે કલેક્ટર અમિત પ્રકાશ યાદવએ તમામને શાંતિથી સાંભળ્યા હતા અને તેમને લેખિતમાં તેમની સમસ્યા આપવા માટે હૈયા ધરપત આપી હતી.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST