શિક્ષણ આરોગ્યના મુદ્દાને લઇ યુવાઓનું મતદાન - Second phase polling 2022
🎬 Watch Now: Feature Video
વડોદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના (second phase polling 2022) મતદાન માટે યુવાઓ ઉત્સુક નજરે જોવા મળી રહ્યા છે. વડોદરા શહેર જિલ્લામાં કુલ 47,000થી પણ વધુ યુવા મતદારો નોંધાયા છે. ત્યારે યુવા (Young voters in Vadodara) મતદાર રાજ શાહે જણાવ્યું કે, હું શિક્ષણને લઈ મેડિકલ કોલેજની સીટોમાં વધારો થાય તેમજ હોસ્પિટલ સહિત આરોગ્યની સુવિધાઓમાં વધારો થાય તેવા મુદ્દાઓને ધ્યાનમાં લઇ આજે મેં મતદાન કર્યું છે. પ્રથમ વાર મતદાનને લઈ ખૂબ ખુશી થઈ છે અને દરેક યુવા મતદારોને અપીલ કરું છું કે તમામે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST