રાષ્ટ્રીય પ્રવક્તાએ વડોદરામાં ધામા નાખી ભાજપના ગુણગાયા - National Spokesperson visit Vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરા : વિધાનસભાની ચૂંટણી આડે માત્ર એક અઠવાડિયા જેટલો સમય પણ (vadodara assembly seats) બાકી રહ્યો નથી, ત્યારે રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. સત્તા પક્ષ ભાજપે સ્ટાર પ્રચારકો મેદાને ઉતાર્યા છે, ત્યારે એક પછી એક કેન્દ્રીય નેતા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ડો સુધાંશુ ત્રિવેદીની વડોદરાની મુલાકાતે હતા. જ્યાં ડો સુધાંશુ ત્રિવેદી (Dr Sudhanshu Trivedi visit vadodara) જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ગુજરાત આજે એક નવુ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વડોદરામાં પણ મોટું પરિવર્તન જોવા મળી રહ્યુ છે. સરદાર સરોવર દ્વારા ગુજરાતના એવા ક્ષેત્રોમાં પાણી પહોંચાડવામાં સફળતા મળી જેમાં લોકો કહેતા હતા કે આવું શક્ય બનશે જ નહીં. મોઢેરા ભારતનું પહેલું સૌરઉર્જાથી ચાલતું ગામ છે. પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજારોહણ થયુ. રામજન્મભૂમિમાં ધજા ફરકી રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ કુશળતાથી સંચાલન કરી રહ્યા છે. વધુમાં કહ્યું (National Spokesperson visit Vadodara) હતું કે, હુ કોંગ્રેસના લોકોને પૂછવા માગું છું કે સરદારના વિચારોને રોકવા માટે તમે ખૂબ પ્રયાસ કર્યો. (Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST