ભારે કશ્મકશ બાદ ઈશ્વર પરમારે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી - Bardoli Assembly seat
🎬 Watch Now: Feature Video
બારડોલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બસ હવે ગણતરીના (Surat assembly seat) દિવસો બાકી છે, ત્યારે સોમવારે ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખ હોવાથી બારડોલી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઈશ્વર પરમાર મોટી સંખ્યામાં સમર્થકોને સાથે રાખી ઉમેદવારી નોંધાવવા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા (Bardoli Assembly seat Candidate) હતા. સૌ પ્રથમ સ્ટેશન રોડ પર બારડોલી વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઈશ્વર પરમારના વરદ હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતેથી રેલી કાઢવામાં આવી હતી. આ રેલી સ્વરાજ આશ્રમ, જલારામ મંદિર, સરદાર ચોક, લીમડા ચોક, આંબેડકર સર્કલ થઈ તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી. જ્યાં પ્રાંત કચેરીમાં વિજય મહુર્તમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. ડમી ઉમેદવાર તરીકે કિશોર માહયાવંશીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઈશ્વર પરમારે બહોળી લીડથી જીત થશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. બારડોલી વિધાનસભા બેઠક પર ત્રીપાંખીયો જંગ જામ્યો છે. હાલ કોંગ્રેસ, AAP અને ભાજપના ઉમેદવાર જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ ઈશ્વર પરમારને (Ishwar Parmar in Bardoli) ત્રીજી વખત ટીકીટ મળતા તેમના સમર્થકોમાં પણ એક ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.(Gujarat Assembly Election 2022 )
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST