પરિણામના દિવસે કોંગ્રેસના ઉમેદવાર સૌથી પહેલા હાર પહેરાવશે ભાજપના ઉમેદવારે કહ્યું
🎬 Watch Now: Feature Video
વડોદરા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઢોલ (Vadodara Assembly seat) વાગી ગયા છે, ત્યારે ઉમેદવારો એક પછી એક ઉમેદવારી પત્ર ભર્યા હતા. વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠકોમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા. સાથે જ તમામ ઉમેદવારો પોત પોતાના સમર્થકો સાથે જંગી રેલીઓ દ્વારા ઉમેદવારી નોંધાવી હતી. વડોદરાની રાવપુરા, સયાજીગંજ, માંજલપુર, વાઘોડિયા અને ડભોઇના ઉમેદવારો દ્વારા જંગી રેલી યોજીને (Vadodara Assembly seat Candidate) ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસે પણ એક એક રૂપિયાના ચિલ્લર સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ અંગે ભાજપના રાવપુરાના ઉમેદવાર બાલકૃષ્ણ શુક્લાએ (Bal Krishna Shukla in Raopura) જણાવ્યું હતું કે, તમામ રાવપુરા વિસ્તારના મતદારોનો આભાર માનું છું. સાથે જ તેમણે કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી હોય કે કોર્પોરેશનની હોય કે લોકસભાની ચૂંટણી હોય ત્યારે રાવપુરાની જનતા ક્યારે જાતિવાદી મતદાન કરતું નથી. વિકાસનો મંત્રને જોઈ મતદાન કરે છે. સાથે કોંગ્રેસના ઉમેદવારને લઈ કહ્યું કે મારી સાથે રહી કાર્ય કર્યું છે. આજે ભલે અપક્ષ લડે પરંતુ પરિણામના દિવસે સૌથી પહેલો હાર સંજય પટેલ પહેરાવશે.(Gujarat Assembly Election 2022)
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST