ETV Bharat / state

અમરેલી સગા કાકાએ માત્ર સાડા 3 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ, માનવતા લાજે તેવી ઘટના - AMRELI RAPE CASE

ઘરના જ આરોપી તો હવે કોની પર રાખીશું ભરોસો ?

અમરેલીમાં સંબંધો લજવાયાની ઘટના
અમરેલીમાં સંબંધો લજવાયાની ઘટના (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2024, 7:30 PM IST

અમરેલી: આજે કળિયુગમાં કેટલીક ઘટનાઓ એવી ઘટે છે જેનાથી માથું શરમથી ઝુકી જાય. અમરેલી જિલ્લાના એક ગામમાં સગા કાકાએ સગી ભત્રીજી સાથે દુષ્કર્મના પ્રયાસની કોશિશ કરી છે ત્યારે શું છે આ કાકા ની કાળી કરતૂત જાણીએ આ સ્પેશ્યલ રિપોર્ટમાં...

અમરેલીમાં સંબંધો લજવાયાની ઘટના (Etv Bharat Gujarat)

સગા કાકા એ જ માનવતા લજવ્યાનો આરોપ

માથે બુકાની બાંધીને પોલીસ ગીરફતમાં આવી રહેલો આ યુવક નાની બાળકી સાથે દુષ્કર્મનો આરોપી છે. આ આરોપીએ પોતાની 3 વર્ષ અને 11 મહિનાની ભત્રીજીને ચોકલેટની લાલચ આપી શારીરિક અડપલાં કર્યા હોવાનો આરોપ છે. ફરિયાદ પ્રમાણે કાકાએ પોતાના રૂમમાં બોલાવી ભત્રીજી સાથે દૂષ્કર્મ કરતા ફોટા-વીડિયો મોબાઈલમાં કેદ પણ કરી લીધા હતા ત્યાં સુધી આ માણસની વિકૃત્તા દેખાઈ હતી. એટલું જ નહીં આરોપીના પત્નીએ આ દુષ્કર્મમાં મદદ કરી હોવાનો પણ ઉલ્લેખ ખાંભા પોલીસ મથકમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં છે. ખાંભા પોલીસે તુરંત જ આરોપીની ધરપકડ કરી લોકઅપ સળિયા પાછળ ધકેલી દીધો હતો.

પિતા સમાન કાકાએ સગી ભત્રીજી સાથે દુષ્કર્મના આરોપથી અરેરાટી

સગા કાકાએ પોતાની 3 વર્ષ 11 મહિનાની ભત્રીજી પર શારીરિક અડપલાં સાથે દુષ્કર્મ પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. સમગ્ર પંથકમાં કાકાએ આચરેલા અમાનુષી કૃત્ય અંગે આરોપી સામે રોષ જાગ્યો છે.

  1. 108ની ટીમની સરાહનીય કામગીરી: ભચાઉની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ કરાવાઈ
  2. ચણાના ભાવે કપાસના ભાવને આપી ટક્કર! સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાના ભાવમાં ઉછાળો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.