ETV Bharat / state

6000 કરોડના BZ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાની આખરે ધરપકડ, 1 મહિનાથી ક્યાં છુપાયો હતો? - BZ 6000 CRORE SCAM

CID ક્રાઈમને આજે આ કેસમાં મોટી સફળતા મળી હતી લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપી ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણામાંથી જ ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

6000 કરોડના BZ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાની આખરે ધરપકડ
6000 કરોડના BZ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાની આખરે ધરપકડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 16 hours ago

Updated : 14 hours ago

મહેસાણા: દેશભમાં ચર્ચાસ્પદ બનેલા 6000 કરોડના BZ પોન્ઝી સ્કીમ કૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા આખરે ઝડપાઈ ગયો છે. CID ક્રાઈમને આજે આ કેસમાં મોટી સફળતા મળી હતી અને લાંબા સમયથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને મહેસાણામાંથી જ ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.

ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ (ETV Bharat)

ક્યાં સંતાયો હતો ભૂપેન્દ્ર ઝાલા?
વિગતો મુજબ, સીઆઇડી ક્રાઈમની ટીમ બપોરે 1 વાગ્યાથી મહેસાણામાં સર્ચ કરી રહી હતી. ભૂપેન્દ્ર ઝાલાના સંપર્કમાં આવ્યા હોય એવા અને નજીકના હોય તેવા વ્યક્તિઓના કોલ ટ્રેસ કરીને તપાસ દરમિયાન CID ક્રાઈમને ખાનગી રાહે બાતમી મળી હતી. જે બાદ સાંજે 4 વાગ્યા આસપાસ મહેસાણાના જ દવાડા ગામમાં આવેલા ફાર્મ હાઉસ પરથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. કરોડોનું કૌભાંડ આચરનાર અહીં ફાર્મ હાઉસ પર જલસાથી રહેતો હતો. જોકે આ ફાર્મ હાઉસ કોનું હતું તે અંગે તપાસ બાદ જ વધુ ખુલાસાઓ થઈ શકે છે.

અગાઉ હાઈકોર્ટે ફગાવી હતી આગોતરા જામીન અરજી
આ પહેલાં 6000 કરોડના કૌભાંડી BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ હાઇકોર્ટે તેને રાહત આપી નહોતી અને તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. અગાઉ ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજીને ગ્રામ્ય સેશન્સ કોર્ટે પણ ફગાવી દીધી હતી.

6000 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવતા BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, ત્યારે સુનાવણી દરમિયાન ગ્રામ્ય કોર્ટે CID ક્રાઈમને સવાલ કર્યો હતો 6 હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો? આ સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં કહ્યું કે, અત્યાર સુધી BZ કૌભાંડમાં 307 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે, આ સાંભળી કોર્ટે સવાલ કર્યો કે 6 હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો? આના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે" હજુ તો પ્રાથમિક તપાસ ચાલુ છે આ તપાસ દરમિયાન 307 કરોડના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે".

લોકોને ઊંચા રોકાણની લાલચ આપી પૈસા પડાવ્યા
BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનો કૌભાંડ આચાર્યું હતું.

આ પણ વાંચો:

  1. અમદાવાદ: એશિયાના સૌથી મોટા પતંગ બજારમાં પહોંચ્યું ETV Bharat, વાંચો પતંગ મેકિંગની શું હોય છે આખી પ્રોસેસ?
  2. લગ્ન કે છૂટાછેડામાં નોટરી એફિડેવિટ નહીં ચાલેના પરિપત્રની અસર, લોકોની વધી મુશ્કેલીઓ

Last Updated : 14 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.