મુંબઈ : ગાયક ઉદિત નારાયણ એક મહિલા ફેનને કિસ કરતા હોય તેવો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા નેટીઝન્સે તેમને ખૂબ ટ્રોલ કર્યા હતા. આ પછી ઉદિત નારાયણે પણ આ કિસ પર પોતાનો ખુલાસો આપ્યો અને કેટલાક લોકો તેના સમર્થનમાં પણ આવ્યા હતો. આ મુદ્દો હજુ ઠંડો નથી થયો, ત્યાં ફરી આવો જ એક વીડિયો વાયરલ થયો છે.
ઉદિત નારાયણે ફરી ફેનને કરી "કિસ" : હજુ થોડા સમય પહેલા ઉદિત નારાયણના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. હાલમાં જ ઉદિત નારાયણનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ લાઈવ કોન્સર્ટ દરમિયાન એક મહિલા ફેનને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ જોઈને હવે નેટીઝન્સમાં ફરી ગુસ્સો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે ઉદિત નારાયણને હવે મગજના ડૉક્ટરની જરૂર છે.
Another video of Udit Narayan pic.twitter.com/dYGWgPfUHl
— Savage SiyaRam (@SavageSiyaram) February 5, 2025
બીજા વીડિયોએ ધૂમ મચાવી : ગાયક ઉદિત નારાયણનો આ વીડિયો સ્ટેજ પરફોર્મન્સમાંથી એક છે. વીડિયોમાં ઉદિત સાથે સેલ્ફી લેવા માટે એક મહિલા ફેન સ્ટેજની નજીક આવી હતી, સેલ્ફી માટે ઉદિત મહિલા ફેન્સની નજીક આવીને ઘૂંટણિયે બેસી ગયો હતો. સેલ્ફી લેતી વખતે ઉદિત પહેલા મહિલાને તેના ગાલ પર અને પછી તેના હોઠ પર કિસ કરે છે. આ વીડિયો વાયરલ થયા બાદ હવે લોકો તેમની ખૂબ ટીકા કરી રહ્યા છે.
નેટિઝન્સે આપી આકરી પ્રતિક્રિયા...
ઉદિતના વીડિયો પર નેટિઝન્સ આકરી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેમની પાસેથી માફીની માંગ કરી રહ્યા છે, તો કેટલાક તેમને માનસિક ડૉક્ટર પાસે જવાની સલાહ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'ઉદિત નારાયણ જી એક શિકારી છે'. એકે ટિપ્પણી કરી, 'આ અમારી ભૂલ છે, તેમની નહીં, કે અમે આવા લોકોને આટલી ઊંચાઈ પર બેસવા દીધા'.
Lord Udit ☠️😭 #uditnarayan pic.twitter.com/b1TnoSTLyv
— Guru Gulaab Khatri🥀(Memer Ladka) (@ChotaLittl25535) February 2, 2025
ઉદિત નારાયણે આપી શું સ્પષ્ટતા? થોડા દિવસો પહેલા ઉદિત નારાયણના એક કોન્સર્ટનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે એક સ્ત્રીને ગાલ પર અને પછી હોઠ પર આવી જ રીતે કિસ કરી હતી. આ વીડિયોને લઈને તેને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ઉદિતે સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'આ બધુ ચાહકોનું ગાંડપણ છે, કેટલાક લોકો આ રીતે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, અમે શિષ્ટ લોકો છીએ. મને ખબર નથી કે આ બાબતને કેમ ઉડાડવામાં આવે છે, મને લાગે છે કે લોકો ઇચ્છે છે કે વિવાદ થાય.