જૂનાગઢ: ચુસ્ત જનસંઘી અને પૂર્વ આરોગ્ય પ્રધાન હેમાબેન આચાર્યએ ભાજપની કથની અને કરની પર સવાલો ઊભા કર્યા છે. રાજ્યમાં મહિલા અત્યાચારો, યુવાનો અને વૃદ્ધો પર થતા હુમલાઓ, નકલી કચેરી, અધિકાર-ડોક્ટરો અને દવાખાનાની સાથે વિપક્ષના સભ્યોને તોડીને સત્તા પર કાયમ રહેવાની ભાજપની આ નીતિને હેમાબેન આચાર્યએ ખૂબ આકરા શબ્દોમાં ટીકા કરી છે. ગુજરાતમાં સરકાર જેવું કોઈ વ્યવસ્થા તંત્ર છે. તેના પર ખૂબ મોટા સવાલો ઊભા કર્યા હતા.
હેમાબેન આચાર્ય એ ઉઠાવ્યા સવાલો: ચુસ્ત જનસંઘી અને પૂર્વ આરોગ્ય પ્રધાન હેમાબેન આચાર્યએ ભાજપની કથની અને કરની પર મોટા સવાલો ઊભા કર્યા છે. ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારો, વૃદ્ધો અને યુવાનો પર રસ્તા પર થતા હુમલાઓ, નકલી કચેરી, નકલી અધિકારી કે ડોક્ટર, શિક્ષકો, નકલી હોસ્પિટલો અને ડોક્ટરોની સાથે નકલી ટોલ બૂથને લઈને પૂર્વ આરોગ્ય પ્રધાન હેમાબેન શુક્લા રાજ્યની સરકાર અને ભાજપ સામે સવાલો કર્યા છે. દરરોજ મહિલા પર થતા અત્યાચારોના સમાચારો ગુજરાતની અસ્મિતાને નુકસાન પહોંચાડી રહ્યા છે. તો બીજી તરફ રાજ્યની સરકાર આવી ઘટનાઓને રોકવામાં અથવા તો મહિલાઓ, વૃદ્ધો, યુવાનોને આવા હુમલાથી બચાવવા માટે સરકાર સતત નિષ્ફળ રહી છે. તેવો આકરો પ્રહાર પણ કર્યો હતો. ચુસ્ત જનસંઘી હિમાબેન આચાર્યે ભાજપની કથની અને કરનીમાં ખૂબ મોટું અંતર આવી ગયું છે. તેવી સ્પષ્ટતા કરીને વસવસો વ્યક્ત કર્યો હતો.
ગુજરાત મોડેલ પર ઉઠાવ્યા સવાલો: પૂર્વ આરોગ્ય પ્રધાન હેમાબેન આચાર્ય એ ગુજરાત મોડેલને લઈને પણ મોટા સવાલો ઊભા કર્યા છે. રાજ્યમાં સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ અને પ્રધાનોનું અધિકારી સમક્ષ કશું ઉપજતું નથી. વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપ આજે પણ વિપક્ષના કાર્યકરો અને નેતાઓ પર આશ્રિત બની છે. જેને કારણે ગુજરાત મોડેલ આજે ખોખલું જોવા મળે છે. વધુમાં હેમાબેન આચાર્ય માને છે કે, આજથી 3 દશકા પૂર્વેની જે ભાજપ હતી. તે ભાજપ આજે શોધવી મુશ્કેલ છે. પાર્ટીનો સાચો અને પાયાનો કાર્યકર આજે પાર્ટીમાં ગૂંગળામણ મહેસૂસ કરે છે. વિશ્વની સૌથી મોટી ગણાતી પાર્ટી પોતાના કાર્યકરોને સાચવી શકતી નથી. આનાથી મોટું દુર્ભાગ્ય પાર્ટીના એક પાયાના કાર્યકર તરીકે બીજું કોઈ હોઈ ન શકે. વિશ્વની સૌથી મોટી પાર્ટી શા માટે વિપક્ષના નેતાઓ અને કાર્યકરોને પાર્ટીમાં ખેસ પહેરાવીને આવકારી રહી છે. આ પગલાથી પાર્ટીના પાયાના અને સ્થાપક કાર્યકરોના માન અને સન્માનને ખૂબ મોટો આઘાત લાગે છે. તેમ છતાં પાર્ટી આજે વિપક્ષના નેતાઓ અને કાર્યકરો પર આશ્રિત બની ગઈ છે.
![ચુસ્ત જનસંઘી અને પૂર્વ આરોગ્ય પ્રધાન હેમાબેન આચાર્યએ ભાજપની કામગીરી પર સવાલો ઉઠાવીને આકરા પ્રહારો કર્યા હતા.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/gj-jnd-02-bjp-vis-01-byte-01-pkg-7200745_06022025204957_0602f_1738855197_1100.jpg)
ભાજપ સામ, દામ, દંડ, ભેદથી કરે છે કામ: જનસંઘના સમયથી ભાજપ સાથે જોડાયેલા હેમાબેન આચાર્ય ભાજપ પર અત્યાર સુધીનું સૌથી મોટો આરોપ લગાવતા જણાવે છે કે, ભાજપ સામ, દામ, દંડ, ભેદથી કામ કરી રહી છે. ધારાસભ્યોને રાજીનામાં અપાવીને તેમને ધાક ધમકી કે આર્થિક પ્રલોભનની સાથે મંત્રી પદ કે અન્ય જગ્યા પર સારો હોદો આપવાની લાલચ આપીને વિપક્ષની પાર્ટીમાંથી ભાજપમાં સામેલ કરે છે. વિશ્વની મોટી પાર્ટી શા માટે વિપક્ષના બે-ચાર નેતા કે કાર્યકરોથી ગભરાતી હશે. આ વસ્તુ આજે તેમને સમજાતી નથી. સરકારી એજન્સીઓનો ઉપયોગ કરીને પણ ભાજપ વિપક્ષના નેતાઓ કે મોટા કાર્યકરને ડરાવી ધમકાવીને તેની પાર્ટીમાંથી દૂર કરીને ભાજપમાં સામેલ કરે છે. તો તેને રાજકીય રીતે કોરાણી મૂકી દે છે. આ વિષયોને લઈને પાર્ટીના ઉચ્ચ સ્તરીય અધિકારીઓએ ખૂબ ગંભીરતાથી વિચારવું જોઈએ. આજે પાર્ટીમાં કોઈ કાર્યકર જેવું રહ્યું નથી. એક મોટો સમૂહ કામ કરતો હોય તે પ્રકારે ભાજપની કાર્યપદ્ધતિ ચાલી રહી છે. જે આવનારા સમયમાં ભાજપ માટે પણ ખૂબ ગંભીર પૂરવાર થશે.
આ પણ વાંચો: