ઉત્તર પ્રદેશ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પ્રયાગરાજના પ્રવાસે છે. ગુજરાત સરકારે જાહેર કરેલ કાર્યક્રમ મુજબ સીએમ પટેલ 7 ફેબ્રુઆરી, શુક્રવારની સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન કરશે. બાદમાં બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. બાદમાં પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.
પ્રસિદ્ધ યાત્રાધામ તીર્થરાજ પ્રયાગની ભૂમિ ઉપર બડે હનુમાનજીના દર્શન તથા પૂજનનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું. રાજ્યની સર્વાંગીણ ઉન્નતિ અને સમૃદ્ધિ હેતુ નિજમંદિરે પ્રાર્થના કરી. pic.twitter.com/3W5t8CajHu
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 7, 2025
પ્રયાગરાજ પહોંચ્યા સીએમ પટેલ : આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજના પ્રવાસે છે. સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચ્યા હતા. જે બાદ સૌપ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજના બડે હનુમાનજી મંદિર પહોંચ્યા હતા. અહીં સીએમ પટેલે હનુમાનજીના દર્શન કરી પૂજા કરી હતી. આ પ્રવાસમાં સીએમ પટેલ સાથે તેમના ધર્મપત્ની હેતલબેન પણ છે.
#WATCH | Uttar Pradesh | Gujarat CM Bhupendra Patel offers prayers at Lete Hanuman Mandir, in Prayagraj pic.twitter.com/YieWWPHgGV
— ANI (@ANI) February 7, 2025
CM પટેલનો પ્રયાગરાજ પ્રવાસ : ગુજરાત સરકારના એક નિવેદન મુજબ, આજે બપોરે 12.30 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. ઉપરાંત તેમની મુલાકાત દરમિયાન સીએમ પટેલ સાંજે ગાંધીનગર પાછા ફરતા પહેલા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત પેવેલિયનની પણ મુલાકાત લેશે.
#WATCH | Uttar Pradesh: Gujarat CM Bhupendra Patel arrives in Prayagraj to visit #MahaKumbh2025. pic.twitter.com/gsg2pQokU3
— ANI (@ANI) February 7, 2025
પાકિસ્તાની યાત્રાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી...
આ સાથે પાકિસ્તાની યાત્રાળુઓનું એક જૂથ મહાકુંભમાં ભાગ લેવા માટે પ્રયાગરાજ પહોંચ્યું છે. ANI સાથે વાત કરતા યાત્રાળુઓએ ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો કે તેમણે તેમના વિઝા ઝડપથી જારી કર્યા, જેના કારણે તેઓ આધ્યાત્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શક્યા. તેમણે વિવિધ શિબિરોની મુલાકાત લેવા અને મેળામાં હાજર રહેલા આધ્યાત્મિક નેતાઓને મળવાનો આનંદ શેર કરતી વખતે કાર્યક્રમના આયોજનની પણ પ્રશંસા કરી.