અમદાવાદ: અમેરિકાના નવા વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રંમ્પે પોતાના દેશમાં રહેતા ગેરકાયદેસર ઈમીગ્રન્ટસ વિરુદ્ધ એક મોટું અભિયાન ચલાવ્યું હતું. ત્યારે 5 ફેબ્રુઆરીએ અમેરિકાથી એક લશ્કરી વિમાન 104 ભારતીય ઈમીગ્રન્ટસને લઈને પંજાબના અમૃતસર એરપોર્ટ ખાતે પહોંચ્યું છે. ગેરકાયદેસર ભારતીય ઈમીગ્રન્ટસને લઈને અમેરિકન C-147 વિમાન ભારત પહોંચ્યું હતું. દેશ નિકાલ કરાયેલા 104 ભારતીય નાગરિકો પૈકી હરિયાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહાર।ષ્ટ્રના લોકો શામેલ છે. ત્યારે ઈમીગ્રન્ટસ લોકોમાં ગુજરાતના 33, પંજાબના 30, ઉત્તર પ્રદેશના 2, ચંદીગઢના 3 અને મહારાષ્ટ્રના 3 લોકો શામેલ છે.આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી એ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
33 ગુજરાતીઓ પરત ફર્યા: અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોમાંથી 33 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ઈમીગ્રન્ટસને અમદાવાદ એરપોર્ટ પર INDIGOની ફ્લાઈટમાં લેન્ડ કર્યા હતા. ત્યારબાદ તેમને ડોમેસ્ટિક લોજ પાસે રોકવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સાથે IBના કર્મચારીઓએ પ્રાથમિક વાતચીત કરી હતી. ત્યારબાદ તેઓને બહાર લાવ્યા પછી સ્થાનિક પોલીસ દ્વારા તેમના પાસપોર્ટ અને કોન્ટેક્ટ નંબરની જાણકારી લેવામાં આવી હતી. જે લિસ્ટ અગાઉથી અમૃતસરથી આવી હતી. તે પ્રમાણે તમામ લોકોને બહાર લઈ જવામાં આવ્યા હતા.
કોંગ્રેસ પ્રવક્તાની પ્રતિક્રિયા: આ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 5મી ફેબ્રુઆરીના દિવસે 104 ભારતીયોનો અપમાન કરવામાં આવ્યું હતું. 104 ભારતીયોનાં હાથમાં હથકડી અને પગમાં જંજીર બાંધીને અમેરિકાની અહંકારી સરકારે કાયદાના નામે ભારતના નાગરિકોના અપમાન કર્યા છે. આ માત્ર 104 નાગરિકોનો અપમાન નથી પરંતુ ભારતના 140 કરોડના નાગરિકોના અપમાન છે. અમાનવીય વ્યવહાર છે. આ 104 ભારતીયો આતંકવાદી ન હતા. ખૂંખાર ગુનેગારો નહોતા. ટ્રમ્પ સરકારે જે ભારતીય લોકો સાથે જે વ્યવહાર કર્યો છે .એ બહુ જ દુઃખની વાત છે. આનાથી દેશના તમામ લોકોને દુઃખ થયું છે. હવે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારને જવાબ આપવાનું સમય આવ્યું છે.
સરકારને કર્યા સવાલો: કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આગળ જણાવ્યું કે, મોદી સરકાર કહે છે કે, ટ્રમ્પ મારા મિત્ર છે. "અબકી બાર ટ્રમ્પ સરકાર "જેવા કાર્યક્રમો કરે છે. તો તમારો ભાઈબંધ તો ભારતીયોના અપમાન કરે છે. અમાનવીય વ્યવહાર કરે છે. મારા દેશના ભારતીયોના સપના જમીન પર આવી ગયા છે. કેટલાક લોકોની તો જમીન વેચાઈ ગઈ. મકાન ગીરવી રાખીને પોતાના સપના સાકાર કરવા માટે ગયા હતા. તેઓના સપનાઓ જમીનદોસ્ત થઈ ગયા. ભારતીય નાગરીકોને લશ્કરી વિમાનમાં બંધક બનાવીને ભારત પરત મોકલ્યા તે સમગ્ર દેશનું અપમાન છે. જ્યારે અમારી સરકારને ખબર હતી કે, ભારતીયોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. તો તેમણે અમેરિકા સાથે વાત કરીને કોમર્શિયલ પ્લેન મોકલવું જોઈતું હતું. શું ભારત સરકાર પાસે પોતાના લોકોને પરત લાવવા માટે વિમાન નહોતું.
આ પણ વાંચો:
એક સમયે વ્હાલું લાગતુ અમેરિકાનું ડરામણું સ્વરૂપ, ડિપોર્ટેડ કરાયેલી મહિલા ધાનેરા પહોંચી
અમેરિકાથી ડિપોર્ટ થઈ વડોદરાની ખુશ્બુ પટેલ વતન પહોંચી, પરિવારે આપવીતી જણાવી