નાગપુરઃ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ODI મેચમાં યજમાન ટીમ ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટે પરાજય આપ્યો હતો. ઈંગ્લેન્ડે ભારતને 249 રનનો લક્ષ્ય આપ્યો હતો, જેને ટીમ ઈન્ડિયાએ 38.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
A solid win in the bag for #TeamIndia! 💪 💪
— BCCI (@BCCI) February 6, 2025
They beat England by 4⃣ wickets in Nagpur & take 1-0 lead in the ODI series! 👏 👏
Scorecard ▶️ https://t.co/lWBc7oPRcd#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/lJkHoih56n
ઇંગ્લેન્ડે ટોસ જીત્યો પણ ખોટમાં ગયો:
આ પહેલા ટોસ જીતીને ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેની આખી ટીમ 47.4 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફિલ સોલ્ટ (43), જોસ બટલર (52) અને જેકબ બેથેલ (51)ની લડાયક અડધી સદી સિવાય ત્રીજો કોઈ અંગ્રેજ બેટ્સમેન રન બનાવી શક્યો નહોતો. ભારત માટે, નવોદિત હર્ષિત રાણા અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે શમી, કુલદીપ અને હાર્દિકે એક-એક વિકેટ લીધી હતી.
Axar Patel departs but not before he scored a solid fifty in the chase!
— BCCI (@BCCI) February 6, 2025
Follow The Match ▶️ https://t.co/lWBc7oPRcd#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/FraW7ugxIP
ગિલ અને અક્ષર પટેલની ભાગીદારી:
ભારત તરફથી શુભમન ગિલ (87), અય્યર (59) અને અક્ષર પટેલ (52)એ અડધી સદી રમી હતી, જ્યારે જયસ્વાલ (15) અને રોહિત શર્મા (2) રન બનાવ્યા બાદ ફરી એકવાર ફ્લોપ ગયા હતા. શુભમન ગિલે 14 ચોગ્ગાની મદદથી તેની 14મી ODIઅડધી સદી ફટકારી અને 90.62ની એવરેજથી રન બનાવ્યા. આ ઉપરાંત લગભગ 7 મહિના પછી શ્રેયસ અય્યરે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી અને 30 બોલમાં અડધી સદી ફટકારી ભારત માટે સંકટ મોચન બન્યો હતો.
Half-century up in no time! ⚡️⚡️
— BCCI (@BCCI) February 6, 2025
FIFTY number 1⃣9⃣ in ODIs for Shreyas Iyer 😎
Follow The Match ▶️ https://t.co/lWBc7oPRcd#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank | @ShreyasIyer15 pic.twitter.com/kU9voo4bx6
અક્ષર પટેલ 5માં નંબરે રમવા આવ્યો:
શ્રેયસ અય્યરના આઉટ થયા બાદ બેટિંગ ક્રમમાં 5માં નંબરે આવેલા પટેલે પોતાની ઝડપી અડધી સદી ફટકારી કેપ્ટન અને કોચના વિશ્વાસને સાર્થક કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી સાકિબ મહમૂદ અને આદિલ રશીદે બે-બે વિકેટ જ્યારે આર્ચર અને જેકબ બેથલને એક-એક વિકેટ મળી હતી. શુભમન ગિલને તેની શાનદાર બેટિંગ માટે 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
For his impressive 8⃣7⃣-run knock in the chase, vice-captain Shubman Gill bags the Player of the Match award! 👍 👍
— BCCI (@BCCI) February 6, 2025
Scorecard ▶️ https://t.co/lWBc7oPRcd#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/7ERlZcopxR
જાડેજાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ:
તમને જણાવી દઈએ કે, જાડેજાએ આ મેચમાં એક વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. જાડેજા 6000 રન અને 600 વિકેટ લેનાર બીજો ભારતીય બની ગયો છે. શ્રેણીની બીજી વનડે મેચ રવિવાર, 9 ફેબ્રુઆરીએ કટકમાં રમાશે. આ મેચમાં યશવસવી જયસ્વાલ ફ્લોપ રહ્યો હતો, અને ગિલે શાનદાર પ્રદર્શન આપ્યું હતું. તો જોવાનું રહેશે કે બંને ઓપનરમાંથી બીજી વનડે મેચમાં કોને સ્થાન મળશે અને કોણ ટીમમાંથી બહાર થશે.
આ પણ વાંચો: