ETV Bharat / state

માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા..! માંડવીથી પકડાયેલો દીપડો રિહેબિલિટેશન સેન્ટરનો 'પ્રથમ કેદી' બન્યો

દક્ષિણ ગુજરાતના પ્રથમ રિહેબિલિટેશન સેન્ટરમાં માંડવીથી પકડાયેલો દીપડો પહેલો કેદી બન્યો છે. આ દીપડાએ માંડવીના ઉશ્કેર રામકુંડમાં રહેતા 7 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો.

માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા
માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2024, 9:08 PM IST

સુરત: હિંસક પ્રાણીઓને રાખવા માટે માંગરોળના ઝંખવાવમાં બનાવાયેલા દક્ષિણ ગુજરાતના પ્રથમ રિહેબિલિટેશન સેન્ટરમાં માંડવીથી પકડાયેલો દીપડો પહેલો કેદી બન્યો છે. હવે પછીની આખી જિંદગી આ દીપડો માંડવીના રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવશે. આ દીપડાએ માંડવીના ઉશ્કેર રામકુંડ ખાતે પરિવાર સાથે રહેતા 7 વર્ષીય બાળક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકનું મોત થયું હતું. આ બનાવ બાદ વન વિભાગે આસપાસના વિસ્તારમાં પાંજરું ગોઠવી દીપડાને પકડી પાડયો હતો.

7 વર્ષીય બાળક પર દિપડાએ કર્યો હુમલો: દિવાળીના તહેવાર સમયે માંડવીના ઉશ્કેરના રામકુંડ ખાતે રહેતા લાલસીંગભાઈ વસાવાના 7 વર્ષીય પુત્ર અજય પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ પેટના ભાગે હુમલો કરતા 7 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દીપડાએ બાળકને ફાડી ખાતા રામકુંડ વિસ્તારમાં રહેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બનાવ અંગે લોકોએ વન વિભાગના અધિકારીઓને જાણ કરતાં તેમણે રામકુંડ વિસ્તાર તરફ પાંજરું ગોઠવી દીધું હતું. દરમિયાન બાળક પર હુમલો કરનાર દીપડો શિકારની શોધમાં ફરી રહેણાંક વિસ્તારની આસપાસ આવી પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો.

માનવભક્ષી દીપડાને આજીવન કેદની સજા (Etv Bharat Gujarat)

હુમલો કરનાર દીપડાને ઝંખવાવ સેન્ટરમાં રાખવામાં આવશે: હવે એક વખત મનુષ્ય પર હુમલો કરનાર દીપડો પકડાઈ તો તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. દરમિયાન માંડવીના ઝંખવાવમાં હાલ જ રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થયું છે. ત્યારે માંડવીના ઉશ્કેરથી પકડાયેલો દીપડો ઝંખવાવ સેન્ટરનો પહેલો કેદી બન્યો છે. હવે પછી દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગના જંગલમાં કોઈપણ મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાશે તો તેને ઝંખવાવના સેન્ટરમાં રાખવામાં આવશે.

દક્ષિણ ગુજરાતનું પ્રથમ રિહેબિલિટેશન સેન્ટર
દક્ષિણ ગુજરાતનું પ્રથમ રિહેબિલિટેશન સેન્ટર (Etv Bharat Gujarat)

1.50 કરોડના ખર્ચે પહેલું રિહેબિલિટેશન સેન્ટર તૈયાર: દક્ષિણ ગુજરાતના જંગલોમાં ફરતા દીપડા શિકારની શોધમાં માનવ વસાહટની નજીક આવી રહ્યા છે. ભેંસ, ડુક્કર, વાછરડા સહિતના પ્રાણીઓ પર હુમલો કરવા સાથે દીપડા ઘણી વખત માનવી ઉપર પણ હુમલો કરી દે છે. માનવી પર હુમલો કરવાના બનાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે એક વખત મનુષ્ય પર હુમલો કર્યા બાદ દીપડો પકડાઈ તો રિહેલિટિબેશન સેન્ટરમાં મોકલી આપવામાં આવે છે. હાલ દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર નહીં હોવાથી વડોદરા ખાતે મોકલાતા હતા. પરંતુ હવે સુરતના માંડવી સ્થિત ઝંખવાવમાં 1.50 કરોડ રૂપિયાના ખર્ચે રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા 10 દીપડાને રાખી શકાય તેટલી કેપેસિટી છે.

બીજું સેન્ટર માંડવીમાં જ ઊભું કરાશે: ડી.સી.એફ.: માંડવીના ઝંખવાવમાં 10 દીપડા રાખી શકાય એવું રિહેબિલિટેશન સેન્ટર બનીને તૈયાર થઈ ગયું છે. તેમાં 10 દીપડાને રાખી શકાય તેવી કેપેસિટી છે, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને માંડવીમાં જ બીજું રિહેબિલિટેશન સેન્ટર બનાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. જગ્યા ફાઇનલ કરી દેવામાં આવી છે. અહીંયા પણ 10 દીપડાને રાખી શકાય તેવી કેપેસિટી સાથેનું રિહેબિલિટિશન સેન્ટર બનાવાશે.

આ પણ વાંચો:

  1. અમરેલી જિલ્લામાં હાઈવે પર સાવજોની લટાર, હાઇવે પર 2 સિંહ જોવા મળ્યા
  2. અમરેલીના રાજુલામાંથી સિંહના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.