ETV Bharat / business

બજેટ પહેલા શેરબજારની સપાટ શરૂઆત : સેન્સેક્સ 137 પોઈન્ટ ઉપર, નિફ્ટી 23,520 પાર - STOCK MARKET TODAY

આજે 1 ફેબ્રુઆરી, શનિવારના રોજ નાણામંત્રી નિર્મલા સિતારમણ વર્ષ 2025 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. ત્યારે ભારતીય શેરબજાર આજે બજેટના દિવસે ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું.

Stock Market Update
Stock Market Update (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 1, 2025, 9:54 AM IST

મુંબઈ : આજે 1 ફેબ્રુઆરી, શનિવારના રોજ નાણામંત્રી નિર્મલા સિતારમણ વર્ષ 2025 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ 2025 ને લઈને આજે શેરબજાર ઉછાળા સાથે ખુલ્લું છે. BSE Sensex 137 પોઈન્ટના ઉછાળા સાથે 77,637 પર ખુલ્યો હતો. બીજી તરફ NSE Nifty 20 પોઈન્ટના હળવા વધારા સાથે 23,528 પર ખુલ્યો હતો.

ભારતીય શેરબજાર : આજે બજેટ 2025 રજૂ થઈ રહ્યું છે, ત્યારે ભારતીય શેરબજાર પણ કારોબાર માટે ખુલ્યું છે. આજે 1 ફેબ્રુઆરી, શનિવારના રોજ ભારતીય શેરબજારમાં રોનક છે. બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty મજબૂત વલણ સાથે ખુલ્યા છે. BSE Sensex ગત 77,500 બંધ સામે 137 પોઈન્ટના ઉછાળા સાથે 77,637 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 23,508 બંધ સામે 20 પોઈન્ટના હળવા વધારા સાથે 23,528 પર ખુલ્યો હતો.

સ્ટોકની સ્થિતિ : આજના ટ્રેડિંગ દરમિયાન BSE માં લિસ્ટેડ કંપનીમાં ઇન્ડસઇન્ડ બેન્ક (2.93), M&M (1.74), સન ફાર્મા (1.51), અલ્ટ્રાટેક સિમેન્ટ (1.49) અને અદાણી પોર્ટ્સ (1.04)ના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ ટેક મહિન્દ્રા (-0.50), નેસ્લે (-0.48), ટાઈટન કંપની (-0.46), એચસીએલ ટેક (-0.42) અને TCS (-0.41) ના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.

શુક્રવારનો કારોબાર : ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. BSE Sensex 808 પોઈન્ટના ઉછાળા સાથે 77,565.79 પર બંધ રહ્યો હતો. બીજી તરફ NSE Nifty 1.22 ટકાના વધારા સાથે 23,532.05 પર બંધ થયો. કેન્દ્રીય બજેટ પહેલા વિવિધ ક્ષેત્રોમાં લેવાલી વચ્ચે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો 31 જાન્યુઆરીએ સતત ચોથા સત્રમાં વધારા સાથે બંધ થયા અને નિફ્ટી 23,500ની પાર થયો હતો.

  1. વર્ષ 2024-25 Budgetની શું હતી વિશેષતા, 2025-26 માટે શું રહેશે અપેક્ષા?
  2. FD પર સૌથી વધુ વ્યાજ આપતી ટોપ-10 બેંક, શેરમાર્કેટમાં વધઘટ વચ્ચેનો વિકલ્પ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.