પુરી: સમગ્ર દેશની નજર કેન્દ્રીય બજેટ 2025-26 પર ટકેલી છે. જે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં રજૂ કરશે. આ મહત્વપૂર્ણ દિવસનું સ્વાગત ઓડિશાના પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે તેમની અનોખી કલાના માધ્યમથી કર્યું હતું. તેમણે પુરીના દરિયા કિનારે પર 4 ટન રેતીનો ઉપયોગ કરીને બજેટ 2025 દર્શાવતી એક અદ્ભુત કલાકૃતિ તૈયાર કરી છે. જેના પર 'કેન્દ્રીય બજેટ 2025નું સ્વાગત છે' નો સંદેશ લખેલો છે.
સુદર્શન પટનાયકની કૃતિઓમાં સંદેશ
પટનાયક, કે જે ભારતના જાણીતા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત સેન્ડ આર્ટિસ્ટ છે. તેઓએ ANI સાથે વાત કરતા પોતાની રચના પાછળનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'હું અન્ય ભારતીયો સાથે કેન્દ્રીય બજેટ 2025 માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું મારી રેતી કલા દ્વારા આ બજેટનું સ્વાગત કરવા માંગુ છું.'
Odisha: Sand artist Sudarsan Pattnaik crafts sand sculpture on Union Budget 2025
— ANI Digital (@ani_digital) February 1, 2025
Read @ANI Story | https://t.co/LBQF4bahFt#UnionBudget2025 #UnionBudget pic.twitter.com/s9ZufsbLll
પટનાયકે ન માત્ર પોતાની સર્જનાત્મકતા જ દર્શાવી, પરંતુ દેશ અને દુનિયાનું ધ્યાન આ મહત્વપૂર્ણ આર્થિક દસ્તાવેજ તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે. તેમના મતે, આ બજેટ માત્ર કરદાતાઓ અને વ્યવસાયો માટે મહત્વપૂર્ણ નથી. પરંતુ દેશના આર્થિક વિકાસમાં એક નવો માર્ગ ખોલનારો પણ સાબિત થઈ શકે છે.
સુદર્શન પટનાયકની સિદ્ધિઓ
સુદર્શન પટનાયકે અત્યાર સુધીમાં 65થી વધુ આંતરરાષ્ટ્રીય સેન્ડ આર્ટ સ્પર્ધાઓ અને ઉત્સવોમાં ભાગ લીધો છે અને દેશને ગૌરવ અપાવતા અનેક પુરસ્કારો જીત્યા છે. પુરી બીચ પર તેમની રેતી કલાકૃતિઓ પર્યાવરણ, સામાજિક મુદ્દાઓ અને રાષ્ટ્રીય મહત્વના વિષયો પર જાગૃતિ ફેલાવવા માટે જાણીતી છે.
HIV/AIDS વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ હોય, કોવિડ-19 સંબંધિત સંદેશાઓ પહોંચાડવાનો હોય કે, પ્લાસ્ટિક પ્રદૂષણ સામે ઝુંબેશ હોય - પટનાયકની અદ્ભુત કલા હંમેશા સામાજિક અને પર્યાવરણીય ચેતનાનું પ્રતીક રહી છે.
કેન્દ્રીય બજેટ 2025 સંબંધિત અપેક્ષાઓ
બજેટ સત્રની શરુઆત 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત સંબોધન સાથે થઈ હતી. ગુરુવારે આર્થિક સર્વે રજૂ થયા પછી આજે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરવામાં આવશે. નિષ્ણાતો અને ઉદ્યોગ જગતના નેતાઓને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.
બજેટનું ધ્યાન આર્થિક વિકાસને વેગ આપવા, કરદાતાઓને રાહત આપવા અને ઉદ્યોગોના વિકાસ માટે અનુકૂળ નીતિઓ બનાવવા પર રહેશે. રિયલ એસ્ટેટ, આરોગ્યસંભાળ, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને નવીનીકરણીય ઊર્જા જેવા ક્ષેત્રોને સમર્થન મળવાની આશા છે.
કરદાતાઓની મુખ્ય અપેક્ષાઓમાં નવી કર વ્યવસ્થા હેઠળ કર સ્લેબમાં ફેરફાર, મુક્તિ મર્યાદામાં વધારો અને પ્રમાણભૂત કપાત મર્યાદા વધારવાની માંગનો સમાવેશ થાય છે. 10 લાખ રૂપિયા સુધીની આવકને કરમુક્ત કરવાની માંગ પણ જોરશોરથી ઉઠાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો: