વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે FBI ઉમેદવાર કશ્યપ 'કાશ' પટેલને સીનેટ જ્યુડિશિયરી કમિટી સામે પોતાની પુષ્ટિ સુનવણી દરમિયાન ગુરુવારે પોતાના માતા પિતાનો પરિચય કરાવતી વખતે જય શ્રી કૃષ્ણ કહીને તેમનું સ્વાગત કર્યું હતું.
એક વાયરલ વિડીયોમાં ભારતીય મૂળના 44 વર્ષીય વકીલને સુનવણી પહેલા તેમના માતાપિતાના ચરણ સ્પર્શ કરવા નમતા જોઈ શકાય છે. કાશ પટેલે પોતાની સુનવણી માટે ભારતથી આટલી દૂર મુસાફરી કરવા બદલ પોતાના પરિવારનો આભાર માન્યો હતો.
The moment Trump FBI Director nominee Kash Patel touched his parents’ feet ahead of his senate confirmation hearing as a mark of respect and seek their blessings. This is what we call Indian and Hindu culture and values.pic.twitter.com/22r7IymWWU
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 30, 2025
તેઓએ કહ્યું કે, હું મારા પિતા અને મારી માતા અંજનાનું સ્વાગત કરવા માંગું છું જેઓ આજે અહીં બેઠા છે. તેઓ ભારતથી અહી આવવા માટે યાત્રા કરી છે. મારી બહેન પણ અહીં જ છે. તે પણ આજે મારી સાથે રહેવા માટે સમંદર પાર કરીને આવી છે. તમારા લોકોનું અહીં હોવું એ મારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. જય શ્રી કૃષ્ણ...
US સેનેટની પુષ્ટિ સુનવણીમાં શું થયું: સેનેટર લિંડસે ગ્રાહમના આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, શું તેમને ક્યારે જાતિવાદનો સામનો કરવો પડ્યો છે. પટેલે સાંસદોને કહ્યું કે, બાળપણમાં તેમને હકીકતમાં જાતિવાદનો અનુભવ થયો હતો. સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, દુર્ભાગ્યથી સેનેટર હાં... હું મારા પરિવાર સાથે તે વિગતો ફરી ચર્ચવા નથી માંગતો
Confirm @Kash_Patel! pic.twitter.com/QUE5xASitM
— Rep. Marjorie Taylor Greene🇺🇸 (@RepMTG) January 30, 2025
તેમણે કહ્યું કે, જાતિવાદને કારણે મને ઘૃણાસ્પદ કહેવામાં આવ્યો. પટેલે કહ્યું કે, "જો હું તેને યોગ્ય રીતે સમજાવી ન શક્યો હોય, તો હું માફી માંગુ છું. પરંતુ તે રેકોર્ડ પર છે, મને કહેવામાં આવ્યું હતું કે, કાળા માણસને આ દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી." અને મારે પાછા જવું જોઈએ. મને કહેવામાં આવ્યું હતું કે, તું તારા આતંકવાદી મિત્રો સાથે છે. તેમજ તેમણે કહ્યું કે, મેં હમણાં જે કહ્યું તે ફક્ત અંશ છે. મેં જે સહન કર્યું છે અને હજારો-લાખો લોકો દરરોજ સહન કરે છે.
કાશ પટેલ કોણ છે: 1980માં ન્યુ યોર્કમાં ગુજરાતી માતા-પિતાને ત્યાં જન્મેલા કાશ પટેલ પૂર્વ આફ્રિકામાં મોટા થયા હતા. તેમણે લોંગ આઇલેન્ડની ગાર્ડન સિટી હાઇ સ્કૂલમાંથી સ્નાતક થયા હતા.
આ પણ વાંચો: