હજુ પણ આ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અબડાસાના સ્થાનિકો, સાંભળો
🎬 Watch Now: Feature Video
Gujarat Assembly Election 2022: કચ્છની 6 વિધાનસભા બેઠક પૈકીની અબડાસા (Kutch Assembly Seat Abdasa) વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, છેલ્લી ટર્મથી પ્રદ્યુમનસિંહ જાડેજા આ બેઠક પર ચૂંટાતા આવ્યા છે. આ બેઠકમાં 3 તાલુકા અને 460 ગામોનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં જૂના રસ્તાઓ, પુલોનું નવીનીકરણ થાય અને ફરીથી નિર્માણ પામે તેવી (Abdasa Vidhansabha Samasya) માંગ પણ અનેક વાર ઉઠી છે. અબડાસા વિધાનસભા બેઠકમાં 2,53,096 લાખ મતદારો નોંધાયેલ છે. 1,30,146 પુરુષ, 1,22,947 મહિલા, અન્ય 3 નો સમાવેશ થાય છે. બેઠકમાં (Abdasa Assembly Primary Issue) જુદી જુદી જ્ઞાતિઓના મતદારો પણ મહત્વની ભૂમિકાઓ ભજવી રહ્યા છે. અબડાસા વિધાનસભા બેઠકમાં મુસ્લિમ, કડવા પટેલ, દલિત અને ક્ષત્રિયની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, કોળી તેમજ ભાનુશાળી જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં શિક્ષણનું પ્રમાણ 67.27 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 64.53 ટકા અને 47.97 ટકા છે.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST