યુવતીએ મહિલાનું ગળું દબાવીને મૃત્યુ નીપજાવ્યાનો આક્ષેપ, જૂઓ CCTV - જામનગર ક્રાઈમ સમાચાર
🎬 Watch Now: Feature Video
જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં (Jamnagar Guru Gobind Singh Hospital) નવી બિલ્ડીંગના ત્રીજા માળે માનસિક વિભાગના વોર્ડમાં એક યુવતીએ મહિલાનું ગળું દબાવી મૃત્યુ નીપજાવ્યાનો આક્ષેપ સામે આવ્યો છે. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો, યુવતી અને મહિલા બંને માનસિક (Guru Gobind Singh Hospital Death woman) વિભાગના વોર્ડમાં સારવાર લઈ રહી હતી. યુવતીએ સેવામાં તેની સાથે રહેલા તેના માતા પર હુમલો કર્યો હતો અને મૃતક મહિલાના પતિએ વચ્ચે પડી અને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઉશ્કેરાયેલી યુવતીએ મૃતક મહિલાના પતિને ધમકી આપી અને કહ્યું કે તે મારી માતાને બચાવી છે. તો હું તારી પત્નીનું ગળું દબાવી અને મોતને ઘાટ ઉતારું છું. એમ કહી અને ગળું દબાવી દેતા આ મહિલાનું મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર મામલે પોલીસ કેસ પણ નોંધાયો છે. પોલીસે મૃતક મહિલાનો મૃતદેહ કબજો લઈ અને પોસ્ટમોર્ટમની કામગીરી શરૂ કરી છે. (girl strangled woman death in Jamnagar)
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST