Gujarat Monson: ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાતા ખાટલા પર સગર્ભાનું રસક્યૂં કરાયું - Gir Somnath A pregnant woman
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: આજે જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે ત્યારે ઉના તાલુકાના ખત્રીવાડા ગામની સગર્ભા મહિલાનું વિપરીત પરિસ્થિતિમાં રેશક્યુ કરીને તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી આજે ઉના તાલુકામાં પણ વરસાદનું જોર યથાવત રહેવા પામ્યો હતો ત્યારે ખત્રીવાડા ગામની સીમમાંથી પસાર થતી રૂપેણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળતા ગામની આસપાસ વરસાદી પાણી ફરી પડ્યા હતા ત્યારે ગામની એક સગર્ભા મહિલા તેજલ બેન રાઠોડ ને પ્રસુતિની પીડા ઉપરતા ગામ લોકોએ પૂરના પાણી ની વચ્ચે મહિલાને ખાટલામાં સુવડાવીને તેને નજીકના સનખડા ગામ સુધી પહોંચાડી હતી જ્યાં થી 108 ની મદદ થી મહિલાને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી ત્યારબાદ મહિલાને ઉનાની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અચાનક ઉપડેલી પ્રસુતિની પીડા થી મહિલાને કોઈ નુકસાન ન થાય તે માટે ગામ લોકોએ પગપાળા પુરના પાણીમાં ચાલીને 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી હતી જેમાં પોલીસ અને 108 ની ટીમે પણ ખૂબ જ સરાહની કામગીરી કરીને સગર્ભા મહિલાને સમયસર હોસ્પિટલે પહોંચાડી હતી.