વેસ્ટમાંથી બેસ્ટ મ્યુઝિક ઈન્સ્ટુમેન્ટ બનાવી ગણેશજીની અનોખી આરાધના, જૂઓ વીડિયો - પોરબંદરમાં ગણેશજીની પુજા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16282129-thumbnail-3x2-ganesh.jpg)
ગણેશ ઉત્સવને લઈને સમગ્ર દેશમાં ગણેશજીની પુજા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, અનેક વિસ્તારોમાં ગણેશ પંડાલથી લઈને ઘરોમાં મુર્તિની સ્થાપના કરી આરાધના કરવામાં આવતી હોય છે, આ દરમિયાન પોરબંદરમાં પણ અનોખી રીતે મુર્તિની સ્થાપના કરવામાં આવી છે. પોરબંદરના મ્યુઝિક લવર એકલવ્ય ઢાંકેચાએ વેસ્ટમાંથી બેસ્ટ સ્મોલ મ્યુઝિક ઈન્સ્ટુમેન્ટ બનાવી, ગણેશજીને શણગાર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એકલવ્યના પરિવાર સંગીત સાથે જોડાયેલો છે, આથી તેમને સંગીતના સાધનો બનાવી શણગાર કરવાનો અનોખો વિચાર આવ્યો હતો. આ સાથે જ, કરીના ઢાકેચાએ કહ્યું કે, મન અને હૃદયની શાંતિ માટે સંગીત ખુબ જ જરૂરી છે, આથી આ તમામ સાધનોને લઈને ગણેશજીનો શણગાર કરવામાં આવ્યો છે. Ganesh Chaturthi 2022, Ganesh Pandal Porbandar, ganesh Decoration Musical instrument
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST