વાસદા તાલુકામાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો અને વ્યાપારીઓમાં ચિંતાનું મોજું - વાંસદા તાલુકાના ખડકાલા સર્કલ વિસ્તારોમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ફરી વરસાદી ઝાપટા ચાલુ થતા ખેડૂતો અને વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ખેડૂતોના નાગલી અને ડાંગર જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી. નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર એવા વાંસદા તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા સાંજે વાદળછાયું વાતાવરણ છવાયું હતું. જે બાદ વરસાદ શરૂ થયો વાંસદા તાલુકાના ખડકાલા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદી જાગતા પડતા સમગ્ર વિસ્તાર પાણી પાણી થયો હતો. સાંજના સમય બાદ અચાનક વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો. ખેડૂતોના નાગલી ડાંગર જેવા પાકોને આ કમોસમી વરસાદથી નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી. બીજી તરફ દિવાળીનો તહેવાર નજીક હોય માર્કેટમાં દૂર દૂરથી ગામડે ખરીદી માટે આવતા લોકો પણ અટકી ગયા હતા. દિવાળીનો દિવસો ચાલતા હોય અને વરસાદી ઝાપટા પડતા વેપારીઓ પણ ચિંતામાં મુકાયા હતા. (Farmers and shopkeepers in Vasda)
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST