Cyclone Biparjoy Landfall Impact: અબડાસાનું કોઠારા થયું જળબંબાકાર, જુઓ રિપોર્ટ - Cyclone Biparjoy Landfall Impact
🎬 Watch Now: Feature Video
કચ્છ: વાવઝોડાની અસરના પગલે ભારે પવન સાથે ભારે વરસાદ પડતાં અબડાસા તાલુકાનું કોઠારા જળબંબાકાર થયું હતું. કોઠારા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. પાણી ભરાતા બોલેરો ગાડી પણ અડધી ડૂબી હતી. સોસાયટી તેમજ ઘરમાં પાણી ઘૂસ્યા હતા. ઠેર ઠેર નદીઓ જેવો માહોલ સર્જાયો હતો અને તોફાની વરસાદ અને પવને તબાહી મચાવી હતી તો સાથે જ ખેતરમાં પાણી ઘૂસ્યા હતા. ઉલ્લેખનીય છે કે માંડવી, નલિયા, નારાયણ સરોવર, જખૌ બંદર, મુન્દ્રા અને ગાંધીધામ સહિતના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતાં ઓખા અને માંડવીમાં છેલ્લા 24 કલાકથી વીજળી ગુલ છે, જેને લઇને લોકોની ઉપાધિમાં વધારો થયો છે. જોકે, સદનસીબે હજી જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી. રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, સાઇક્લોનની આંખ પાકિસ્તાન તરફ ટચ થવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 5120 વીજળીના થાંભલા ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી છે. જેમાંથી અત્યાર સુધી 1320 વીજળીના થાંભલાને રિસ્ટોર કરાયા છે. વાવાઝોડાથી પ્રભાવિત 263 રસ્તામાંથી 260 રસ્તા શરૂ કરાયા છે.