Cyclone Biparjoy: કચ્છના અબડાસામાં વરસાદ સાથે દરિયામાં જોવા મળ્યો કરંટ, જુઓ ETVનો ગ્રાઉન્ડ રિપોર્ટ - બિપરજોય
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18760353-thumbnail-16x9-jpg.jpg)
કચ્છ: અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત 'બિપરજોય' હવે ગુજરાતની નજીક પહોંચ્યું છે. હાલ વાવાઝોડું જખૌથી 140 કિલોમીટર, નલીયાથી 210 કિલોમીટર અને પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે. ગુજરાતના દરિયાકાંઠે ટકરાય એ પહેલાં જ વાવાઝોડાની જોરદાર અસર જોવા મળી રહી છે. ત્યારે ETV ભારતની ટીમ સુથરીના દરિયા કિનારે પહોંચી છે. વાવાઝોડાની અસરને પગલે કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો. દરિયામાં ભારે તોફાની મોજા જોવા મળ્યા હતા અને સાથે જ પવનની ઝડપ વધી હતી. વાવાઝોડા નજીક આવતા પવનની ઝડપ વધી છે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 130થી 150 ની ઝડપે પવન ફૂંકાશે. હાલ 'બિપરજોય' વાવાઝોડું જખૌથી 80 કિલોમીટર દૂર છે. જ્યારે દ્વારકાથી 130 કિલોમીટર, નલિયાથી 150 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 'બિપરજોય' વાવાઝોડું આજે જખૌ પોર્ટ નજીકથી પસાર થવાની સંભાવના છે. તો અનેક જગ્યાએ ભારે પવનથી વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ્સ જમીનદોસ્ત થઈ ગયા છે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ : અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.