CM Visit Jamnagar: CM ભૂપેન્દ્ર પટેલે પહોંચ્યા પુરગ્રસ્ત જામનગરમાં, સ્થાનિક લોકો સાથે કરી વાતચીત - સ્થાનિક લોકો સાથે કરી વાતચીત
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2023/640-480-18892345-thumbnail-16x9-jpg.jpg)
જામનગર: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ક્યાંક નુકસાનીના પણ સમાચાર છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત જામનગર શહેરની મુલાકાત લીધી હતી. ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં 2 ખાતે ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યપ્રધાને અસરગ્રસ્ત વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન અને હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. તેમણે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ અસરગ્રસ્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની પણ વિગતો મેળવી હતી. મુખ્યપ્રધાન સાથે આ વેળાએ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર બી.એ.શાહ, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી સહિતના અગ્રણીઓ જોડાયા હતા. ગુજરાતમાં વધુ વરસાદના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં સર્જાયેલી પૂરની સ્થિતિ તેમજ હાલમાં જળાશયોમાં પાણીની પરિસ્થિતિ અંગે આજે જળસંપતિ -પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગર ખાતે વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી પરિસ્થિતિનો તાગ મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા.