વરસતા વરસાદમાં ઢોલ, નગારા સાથે સફાઈ કર્મીએ કર્યો વિરોધ - Cleaning Workers Protested in Vadodara
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16002077-thumbnail-3x2-vadodara.jpg)
વડોદરા : વડોદરા કોર્પોરેશનની મુખ્ય કચેરીએ મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઇ વરસતા વરસાદમાં રામધૂન ગાઈ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સફાઈ કામદાર સંઘર્ષ સમિતિના બેનર હેઠળ 800થી વધુ સફાઈ કર્મીઓનું મ્યુનિ. કમિશનર ગેટ પાસે (Cleaning Workers Protested in Vadodara) આંદોલન થયું હતું. રાજમહેલથી ન્યાય મંદિર તરફ જવાનો રસ્તો બ્લોક થયો ગયો હતો. વિવિધ માંગોને લઈ સફાઈ કર્મીઓ આંદોલનના માર્ગે ગયા છે. સફાઈ કર્મીઓને રોજિંદારીમાં પરિવર્તિત માંગ સાથે પાલિકાની કચેરી આવ્યા હતા. વડોદરા પાલિકાનો વિસ્તાર વધતાં નવા સફાઈ કર્મીઓની ભરતી કરવા પર માંગ (recruitment of cleaners) કરવા આવી છે. હાલ 7 ગામોનો વડોદરા શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ તે મુજબ સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી નથી. જેથી સફાઈ કામદારોની ભરતી કરવાની માંગ કરવામાં આવી હતી, જ્યારે વર્ષ 2005થી બંધ પેન્શન યોજના ફરી શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે. પાલિકા ખાતે મોટી (Movement of cleaners in Vadodara) સંખ્યામાં સફાઈ કર્મીઓના પ્રદર્શનના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો. એક તબબકે ઉગ્ર સૂત્રોચ્ચારના પગલે વડોદરા મહાનગર પાલિકાની કમિશનર કચેરીનો મુખ્ય ગેટ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST