ચૂંટણી પહેલા MLAએ કોની ઉપર કર્યો રુપિયાનો વરસાદ... - MLA Lakha Sagathia Lok dayro
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15483735-thumbnail-3x2-article.jpg)
રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના નેતાઓમાં લોકડાયરાની (BJP Leaders in Lok dayro) મૌસમ ખીલી હોય તેમ એક પછી એક ધારાસભ્યના ડાયરા યોજી રહ્યા છે. થોડા દિવસ પહેલા જામકંડોરણામાં જેતપુરના MLA જયેશ રાદડિયા તેમજ રાજકોટ ગ્રામ્યના ભાજપના MLA લાખા સાગઠિયાએ લોકડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં જનમેદની સાથે ડાયરામાં ઢગલા મોઢે (BJP Leader Squandered Money) રૂપિયા ઉડ્યા હતા, ત્યારે લાખા સાગઠિયાએ લોધિકા, કોટડાસાંગણી અને રાજકોટ પંથકની ગૌશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન કર્યું હતું. જેમાં નામી કલાકારોએ ગુજરાતની ધરાનો રસ પાધરતા ઢગલા મોઢે રૂપિયા ઉડાડ્યા હતા. લોકોએ રૂપિયાના બંડલો ઉડાડતા સ્ટેજ પર રૂપિયાની નોટોની ચાદર પથરાઈ ગઈ હતી. આ તમામ રૂપિયા લોધિકા, કોટડાસાંગણી અને રાજકોટ પંથકની ગૌશાળાના લાભાર્થે વાપરવામાં આવશે. આ લોકડાયરામાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલ, રાજ્ય કક્ષાના પ્રધાન અરવિંદ રૈયાણી સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા. તેમજ કલાકારોએ પણ લાખા સાગઠીયા (MLA Lakha Sagathia Lok dayro) પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST