મતદાન અટકાવવા માઓવાદીઓએ બિછાવેલ લેન્ડમાઈન્સને ભદ્રાદ્રી પોલીસે નિષ્ક્રિય કરી
🎬 Watch Now: Feature Video
Published : Dec 1, 2023, 3:41 PM IST
ભદ્રાદ્રી(તેલંગાણા): ભદ્રાદ્રી પોલીસે ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના ચારલા મંડળની ચૂંટણીના મતદાનને રોકવાના માઓવાદીઓના મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. સીક્યુરિટી ફોર્સીસે માઓવાદી દ્વારા બિછાવેલ લેન્ડમાઈન્સને નિષ્ક્રિય કરી દીધી છે. આ લેન્ડમાઈન્સ બેસ્ટા કોથુર ચિન્ના મિડિસિલેરુ રોડ પર બિછાવવામાં આવી હતી. માઓવાદીઓને ચારલા મંડળની ચૂંટણી મંજૂર નથી તેમણે આ ચૂંટણીનો અગાઉથી જ બહિષ્કાર કરી દીધો હતો. જો કે સ્થાનિક આદિવાસીઓ અને વન વિસ્તારમાં રહેતા સ્થાનિકોએ પોતાના ગામની બહાર દૂર સુધી જઈને પણ આ ચૂંટણી માટે મતદાન કર્યુ છે. ભદ્રાદ્રી પોલીસે આ સરાહનીય કામગીરી કરીને મતદાતાઓને મતદાન માટે ઉત્સાહ પૂરો પાડ્યો હતો. માઓવાદીઓએ સમગ્ર રોડની વચ્ચે લેન્ડમાઈન્સની જાળ પાથરી હતી. જેણે પોલીસ અને સીક્યુરિટી ફોર્સે સાથે મળીને નાકામ કરી છે.