Banaskantha News : બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા ડેમનું પાણી છોડવામાં આવ્યું, જિલ્લામાં ખુશીની લહેર - દાંતીવાડા ડેમના દરવાજા ખોલાયા
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા : ચાલુ વર્ષે બનાસકાંઠા અને ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક થઈ હતી. દાંતીવાડા ડેમમાં હાલ 598.70 ફૂટ પાણી ભરાતા તંત્ર દ્વારા 2000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત ભાજપના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં શંકર ચૌધરીના હસ્તે ડેમના દરવાજો ખોલવામાં આવ્યો હતો અને હવે 2000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
ચાલુ વર્ષે ઉપરવાસમાં અને બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થયો હતો. જેના કારણે ડેમમાં પાણી ભરાયું છે. આજે પાણી છોડવામાં આવ્યું છે. જેથી તંત્ર દ્વારા નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને નદી નાળા વિસ્તારમાં ન જવા માટે અપીલ કરાઈ છે.- વરૂણકુમાર બરનવાલ (જિલ્લા કલેકટર)
જિલ્લામાં ખુશીનો માહોલ : બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે પશુપાલન અને ખેતી પર આધારિત જિલ્લો છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં દિવસે અને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે. જેથી ખેડૂતો પશુપાલન અને ખેતી કરી શકતા ન હતા, ત્યારબાદ ચાલુ વર્ષે બનાસકાંઠા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે દાંતીવાડા ડેમ ભરાયો છે અને એમાંથી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી હવે બનાસકાંઠા જિલ્લાના પાણીના તળ ઊંચે આવશે. તેવી ખેડૂતોને આશા બંધાણી છે.