ભાજપના નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા ટિકિટ વાંછૂકોને - Assembly candidates in Navsari
🎬 Watch Now: Feature Video
નવસારી રાજ્યપ્રધાન અર્જુનસિંહ ચૌહાણ સાથે (assembly candidates in navsari) ત્રણ નિરીક્ષકોએ ગણદેવી અને જલાલપુર વિધાનસભા બેઠકના ચૂંટણી લડવા ઇચ્છુક મૂરતિયાઓને સાંભળવામાં આવ્યા હતા. ગણદેવીમાંથી 12 દાવેદારોએ ચૂંટણી લડવા પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે, ત્યારે હાલના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન નરેશ પટેલ ગણદેવી, તાલુકા પંચાયતના (navsari bjp sens process) પૂર્વ અધ્યક્ષ્યા સુમિત્રા પટેલ, ખેરગામ ભાજપ પ્રમુખ ચુની પટેલ સહિત ગણદેવી વિધાનસભા ચૂંટણી લડવા માટે 12 લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ જલાલપુર વિધાનસભા બેઠક પર પાંચ ટર્મથી ચૂંટાયેલા ધારાસભ્ય આર.સી. પટેલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દિનેશ પટેલ, ક્રિકેટર અને બોલિંગ કોચ એવા રાકેશ પટેલ સહિત ચારથી વધુ દાવેદારોએ પોતાની જલાલપુર વિધાનસભા બેઠક માટે દાવેદારી નોંધાવી છે. દાવેદારો સાથે સમર્થકો અને પક્ષના હોદ્દેદારોને પણ નિરીક્ષકોએ સાંભળ્યા હતા. bjp sens process in jalalpur, sense procedure of candidates in navsari
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST