અમરેલીમાં મેઘરાજા થયા મહેરબાન, અસહ્ય ગરમી વચ્ચે મુશળઘાર વરસાદ - અમરેલીના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
અમરેલી: અમરેલી શહેરમાં થોડાક દિવસથી ઉનાળા જેવી ગરમીનો માહોલ જોવા મળતો હતો. બપોરે ગરમીનો પારો ઉપર જતા ઉનાળાની ગરમીનો અનુભવ થતો હતો. છેલ્લા બે દિવસથી છૂટો છવાયો વરસાદ જોવા મળતો હતો, ત્યારે અચાનક જ વાતાવરણમાં ધૂળની ડમરી અને કાળા ડિબાંગ જેવા વાદળો અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી. અમરેલી જિલ્લામાં ધારી, સાવરકુંડલા, ખાંભા, લાઠી, બાબરા પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડતા અને સાથે જ ખેડૂતોમાં ખુશીનો મહાલ જોવા મળ્યો. ખેતરમાં પડેલા પાકને પાણીની ખૂબ જ આવશ્યકતા હતી, જેથી કરીને તેનો પાક સારો જાય એ માટે વરસાદની ખૂબ જરૂર હતી ત્યારે અચાનક વરસાદ પડતા ખેડુતમાં પાક સારો થવાની ખુશી જોવા મળી હતી. હવામાન ખાતાની આગાહી મુજબ હજી પણ વરસાદ પડે તેવી સંભાવના છે. Amreli rain update gujarat, Gujarat Heavy rain fell
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST