ભાજપ નેતાની ગાડી પાણીમાં થઇ ગરકાવ - Gujarat rainfall update

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 18, 2022, 2:18 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

જૂનાગઢ વહેલી સવારથી જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઈને જુનાગઢ શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. સવારના 10:00 વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધી શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને કારણે જુનાગઢ શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે ઝાંઝરડા રોડ નજીક આવેલા અંડર બ્રિજમાં ભાજપના મહામંત્રીની કાર વરસાદી પાણીમાં ડૂબી ગયેલી જોવા મળી હતી. પાછલા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન આ પ્રકારના અકસ્માતો સર્જાય છે. પરંતુ હજુ સુધી પાણીના નિકાલને લઈને કોઈ નક્કર નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેને કારણે જુનાગઢ શહેરનો અડધો વિસ્તાર પાણીમાં જળબંબાકારનો સામનો કરી રહ્યો છે, ત્યારે આજે ખુદ ભાજપના મહામંત્રીની કાર પાણીમાં ડૂબી જાય છે. ત્યારે આસપાસના લોકો પણ રમુજ સાથે જણાવી રહ્યા છે કે ભાજપના વિકાસમાં તણાઈ ભાજપના મહામંત્રીની કાર.Meteorological department forecast, BJP car got stuck in water, rain in Junagadh, Gujarat rainfall update, Junagadh Rainy weather in Gujarat
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.