Surat Viral Video: બ્રિજ ઉપરથી 25 ફૂટ નીચે પટકાતા બચ્યો બાઈકચાલક, બાઈક 50 મીટર દૂર ફેંકાઈ - બ્રિજ ઉપર બાઈકચાલક 25 ફૂટ નીચે પટકાતા બચ્યો

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 7:41 AM IST

Updated : Oct 9, 2023, 8:55 AM IST

સુરત: રીંગરોડ બ્રિજ ઉપર ગફલતભરી રીતે બાઇક ચલાવતા યુવાનનો જીવ જતાં બચ્યો છે, જેનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સારા દરવાજા ઉપરથી બનાવવામાં આવેલ આ બ્રિજ ઉપર સવારના સમયે એક બાઈકર્સનું ગ્રુપ જઈ રહ્યું હતું. ત્યારે તેમાંથી જ એક બાઈકચાલકે એકાએક સ્પીડ વધારી દેતાં બ્રિજની જમણી બાજુની પાળી સાથે અથડાયો હતો, પરંતુ સદનસીબે તે પાળી સાથે જ ખસડાયો હતો અને બ્રિજથી 25 ફૂટ નીચે ખાબકતાં માત્ર ક્ષણભરમાં રહી ગયો હતો.  તેની બાઈક 50 મીટર દૂર ફેંકાઈ ગઈ હતી. જો કે યુવક અકસ્માત બાદ ફરી ઉભો થાય છે અને બાઈક પાસે જતો દેખાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના પાછળથી આવી રહેલી કારમાં લગાવવામાં આવેલ મીની સીસીટીવીમાં કેદ થઇ હતી. જોકે આ મામલે હજી સુધી કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ પણ થઈ નથી. હવે જોવાનું એ રહ્યું કે આ વીડિયો જોઈને સુરત પોલીસ દ્વારા કોઈ પ્રકારના પગલાં લેવામાં આવે છે કે નહીં.

  1. GRP Constable saves a lady : જીઆરપી જવાનની સતર્કતાથી કેવી રીતે બચી મહિલાની જિંદગી જૂ
  2. તબીબે સર્જરી કરીને આંખમાંથી છ ઈંચની છરી બહાર કાઢી જીવ બચ્યો
Last Updated : Oct 9, 2023, 8:55 AM IST

For All Latest Updates

TAGGED:

Surat Video

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.