અમદાવાદીઓનો ગરમીથી રાહત આપતો એરોબિકસ ડાન્સ ઈન વોટર - AHM
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3115660-thumbnail-3x2-vo.jpg)
અમદાવાદ: શિયાળાની ઠંડી ઠંડી હવાનો અંત કાળજાળ ગરમીની ઋુતુમાં થાય છે. ત્યારે તમામ નાગરિકો ગરમીના પ્રકોપથી ઘરમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે. તો આ ગરમીથી બચવા માટેના નવિન પ્રયાસો કરતા હોય છે. કલાકો સુધી બાથરૂમમાં પડ્યા રહેવા સિવાય સ્વિમીંગ પુલમાં જઇના ગરમીની ઋુતુમાં પણ ક્યાકને ક્યાક મઝા કરવાનું ભુલતા નથી. તેવામાં ખાસ કરીને અમદાવાદીઓની વાત કરવામાં આવેતો અમદાવાદી એટલે ગરમીમાં બપોરનો આરામ કરીને દુનિયાને ભુલી પોતાની મસ્તીમાં ઘરે બેઠા જ ઠંડક મેળવવાના પ્રયાસો કરતા હોય છે. ત્યારે આવી રીતે ગરમીથી બચવા માટે શહેમાં આવેલા એક વુમન્સ ક્લબ ગૃપ દ્વારા ઍરોબિક્સ ડાન્સનું આયોજન કરવામાં આવે છે. તો આ ડાન્સરોનું માનવું છે કે, આ ઍરોબિક્સ ડાન્સ કરવાથી ગરમીથી રાહત મેળવી શકાય તેમ છે.