Olpad Youth Murder : દીહેણ ગામના બસ સ્ટેન્ડમાંથી યુવકની હત્યા કરેલો મૃતદેહ મળ્યો - ઓલપાડ ક્રાઈમ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના દીહેણ ગામે (Dihen village)ધૂળેટીની રાત્રીએ લોહિયાળ ખેલ (Olpad Youth Murder)ખેલાયો હતો.એક યુવકની બોથર્ડ પદાર્થ વડે હત્યા કરવામાં આવી હતી. પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાની આશંકા જતાવાઈ હતી. દીહેણ ગામના બસ સ્ટેન્ડમાં એક યુવકની હત્યા કરાયેલો મૃતદેહ (murdered body of a youth was found)મળતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.ઓલપાડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી તો મૃતદેહ સુરતના પાલ ગામના ચેતન પટેલનો હોવાનું બહાર આવ્યું. કોઈ અજાણ્યા ઈસમોએ માથામાં બોથડ પદાર્થ મારી ઘાતકી હત્યા કરી પલાયન થઇ ગયા હોવાનું સામે આવતા ઓલપાડ પોલીસે હત્યાનો ગુનો (Olpad Crime News)દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.