ત્રિદિવસીય ચિંતન શિબિરમાં ગુજરાતના નાગરિકોને સ્પર્શતા મુદ્દાઓ પર ગહેરાઈથી ચર્ચા : અમિત ચાવડા - ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિર
🎬 Watch Now: Feature Video
ગુજરાત કોંગ્રેસની ત્રિદિવસીય ચિંતન શિબિરના (Congress Chintan Shibir) આજે રવિવારે છેલ્લા દિવસે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોને સ્પર્શતા જુદા જુદા મુદ્દાઓની વિષયવાર આગેવાનો, કાર્યકરો અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરવા માટે વિવિધ 10 જુથોમાં ડેલીગેટોને વહેચવામાં આવ્યા હતા. જેમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થા, મહિલા સુરક્ષા, શિક્ષણ, આરોગ્ય, કોરોના મહામારી, ખેડૂતો-ખેતીની સમસ્યા, આર્થિક અવ્યવસ્થા, શહેરી સમસ્યા સહિતના 18 જેટલા મુદ્દાઓ ત્રણ દિવસની ચિંતન શિબિરમાં ચર્ચા કરાઈ છે. જેના નિષ્પક્ષમાં હવે આગામી 2022 વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ગુજરાત કોંગ્રેસે 2022નું લક્ષયઆંક બનાવ્યો છે..
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST