અરવલ્લીમાં મતદાર ચકાસણીનો કાર્યક્રમ યોજાયો - મોડાસા ગામમાં કાર્યક્રમ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4309764-thumbnail-3x2-matdan.jpg)
અરવલ્લીઃ જિલ્લાનાં મોડાસા ગામમાં કાર્યક્રમ દરમિયાન મતદાર તથા પોતાના કુટુંબના અન્ય સભ્યોની વિગતોની ચકાસણી અને પ્રમાણિકરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ચૂંટણી અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, વોટર હેલ્પલાઇન એપ્લિકેશન અથવા NVSP.IN અથવા બી.એલ.ઓ.એપ દ્વારા મતદારોની વિગતોની ચકાસણી કરી શકાશે અને આ દરમિયાન વિગતોમાં જો કોઈ સુધારો જરૂરી જણાય તો, તે અંગેનો સુધારો કરવા માટેનું ફોર્મ નંબર 8 ઓટોમેટીક જનરેટ થશે. આ સુધારા માટેનાં જરૂરી પુરાવા મતદારે અપલોડ કરવાના રહેશે. મરણ પામેલા કે સ્થળાંતરિત થયેલા મતદારોના કિસ્સામાં નામ કમી કરવા માટે જરૂરી વિગતો ભરવાથી ફોર્મ નંબર 7 પણ ઓટોમેટીક જનરેટ થશે અને એ પ્રમાણેની વિગત ભરવાની રહેશે.